Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

અટલ જયંતિના અવસરે ભાજપે શરુ કર્યું ડોનેશન અભિયાન :પીએમ મોદી, અમિતભાઇ શાહ અને નડ્ડાએ આપ્યું ડોનેશન

મોદીએ કહ્યું- હમેંશા રાષ્ટ્રને સૌથી ઉપર રાખવાનો અમારો આદર્શ અને અમારા કેડરની નિસ્વાર્થ સેવા કરવાની સંસ્કૃતિ તમારા દાનથી વધારે મજબૂત થશે.

નવી દિલ્હી :  અટલ જયંતિના અવસરે પ્રધાનમંત્રી મોદીએ પાર્ટી ફંડમાં 1000 રુપિયાનું દાન આપીને ડોનેશન અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પક્ષના તમામ નેતાઓ અને કાર્યકરોને પત્ર લખીને તેમાં જોડાવા વિનંતી કરી છે. આ યોગદાન ૫ થી ૧૦૦૦ રૂપિયા સુધીનું રહેશે. અહેવાલો અનુસાર, આ કાર્યક્રમનને નડ્ડા દ્વારા ઔપચારિક રીતે ખુલ્લો મૂકાયો છે. તેમણે યોગદાન તરીકે 1000 રૂપિયાની રકમ ચૂકવીને આ પહેલ શરૂ કરી હતી. નડ્ડા ઉપરાંત પીએમ મોદી દાન કરનારાઓમાં સામેલ છે. તેમજ 1000 રૂપિયાનું દાન આપ્યું હતું.

 

પાર્ટી ફંડમાં ગૃહમંત્રી અમિતભાઈ  શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ 1000 રુપિયાનું દાન આપ્યું છે તથા કાર્યકરોને છૂટા હાથે દાન આપવાની અપીલ કરી છે. કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોએ પણ ભાજપને દાન આપ્યું તેમાં અમિતભાઈ શાહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની સામેલ છે. પક્ષના નેતાઓ અને કાર્યકરોને લખેલા પત્રમાં જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, "ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 25 ડિસેમ્બરે જન્મજયંતિથી લઈને પક્ષના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ સુધી પક્ષના નેતાઓ અને કાર્યકરો લોકો પાસેથી દાન લેશે. આ યોગદાન 5 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી નું હશે.

શનિવારે ટ્વિટ કરતા મોદીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના ફંડમાં 1000 રુપિયાનું દાન કર્યું છે. મોદીએ કહ્યું કે હમેંશા રાષ્ટ્રને સૌથી ઉપર રાખવાનો અમારો આદર્શ અને અમારા કેડરની નિસ્વાર્થ સેવા કરવાની સંસ્કૃતિ તમારા દાનથી વધારે મજબૂત થશે. ભાજપને મજબૂત બનાવવામાં મદદ કરજો. ભારતને મજબૂત બનાવવામાં મદદ કરો.

2019-20માં ભાજપને 785 કરોડનું દાન મળ્યું છે. કોંગ્રેસને 139 કરોડનું દાન મળ્યું છે

(12:31 am IST)