Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

પ્રજાસતાક પર્વે અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ સેરેમની યોજાઈ : ભારતીય જવાનોએ દેખાડ્યાં જોશ-શૌર્ય સભર કરતબ

અટારી વાઘા બોર્ડરે સરહદીય સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ શૌર્ય અને જોશનું પ્રદર્શન કર્યું : જુઓ વિડિઓ

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન સરહદે યોજાયેલી બીટિંગ રિટ્રીટ સેરેમનીમાં સીમા સુરક્ષા દળના જવાનોએ ભારતના જોશ અને હિંમતને રજૂ કરી આ ઘટનાનો એક વીડિયો પણ જારી કરાયો હતો જેમાં ભારતીય જવાનોએ કરતબ દેખાડ્યાં હતા

  પ્રજાસત્તાક દિવસના અવસરે પંજા સ્થિત સીમા પર બીએસએફ દ્વારા ખાસ પરેડનું આયોજન કરાયું હતું. આ દરમિયાન ત્યાં હાજર રહેલા લોકો દેશભક્તિના ગીતા પર ઝૂમી ઉઠ્યાં હતા. બીએસએફના જવાનોની દમદાર પરેડ જોઈને દર્શકોમાં પણ જોશ આવ્યું હતું અને આખો કાર્યક્રમ દેશભક્તિના નારાથી ગૂંજી ઉઠ્યો હતો. પાકિસ્તાની રેન્જર્સે બીએસએફના અધિકારીઓને 73મા પ્રજાસત્તાક દિવસના અભિનંદન આપીને મીઠાઈ આપી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન ઘણા વર્ષોથી પરંપરાગત રીતે અટારી વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહનું આયોજન કરતા ર હ્યાં છે. આ કાર્યક્રમમાં બન્ને દેશના લોકોની સાથે મોટી સંખ્યામાં વિદેશીઓ પણ ભાગ લેતા હોય છે પરંતુ ભારતના રાષ્ટ્રીય પર્વનો આ નજારો અત્યંત ખાસ હોય છે. આ આયોજન પાકિસ્તાનની વાઘા બોર્ડરની સામે અટારી સંયુક્ત તપાસ ચોકી પર આયોજિત થઆય છે જે અમૃતસર શહેરથી લગભગ 26 કિમી દૂર છે. આ દરમિયાન બીએસએફના જવાન પાક રેન્જર્સની સાથે પરેડ કર્યાં બાદ રાષ્ટ્રીય ધ્વજને સન્માનપૂર્વક ઉતારવાની વિધિ અદા કરે છે. 

(8:42 pm IST)