Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

રેલવે એક્ઝિક્યુટિવ અને મેનેજરની ભરતી કરશે

DFCCIL દ્વારા જાહેર કરાયેલું જાહેરનામું : DFCCILમાં ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર આધારિત પરીક્ષણ, ઇન્ટરવ્યૂ, દસ્તાવેજ, તબીબી પરીક્ષણ પછી કરાશે

નવી દિલ્હી, તા. ૨૫ : ડીએફસીસીઆઈએલમાં ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર આધારિત પરીક્ષણ, ઇન્ટરવ્યૂ, દસ્તાવેજ, ચકાસણી અને તબીબી પરીક્ષણ પછી કરવામાં આવશે.

ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં (DFCCIL) એક્ઝિક્યુટિવ સહિત વિવિધ પોસ્ટ્સ માટે ૧૦૭૪ ભરતી છે. ડી.એફ.સી.સી.આઇ.એલ.એ ભારતીય રેલ્વે હેઠળ આવનારું જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે. તે દેશના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપક્રમોમાંનું એક છે. ડીએફસીસીઆઈએલ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ જુનિયર મેનેજર, એક્ઝિક્યુટિવ અને જુનિયર એક્ઝિક્યુટિવની જગ્યાઓ ભરવાની છે.

૨૪મી એપ્રિલથી અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ૨૩મે સુધી અરજીઓ કરી શકાશે. તેની પરીક્ષા જૂનમાં લેવામાં આવે તેવી સંભાવના છે. અરજીઓ ઓનલાઇન કરવાની છે. ઉમેદવારો ડીએફસીસીઆઈએલ વેબસાઇટ https://dfccil.com/ ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. ડીએફસીસીઆઈએલની ભરતી જાહેરનામાં જણાવાયું છે કે, ખાલી જગ્યાઓની સંખ્યા ઘટી અથવા વધી શકે છે. વિવિધ પદો માટે શૈક્ષણિક યોગ્યતા અલગ અલગ છે. જે માટે અરજદારોને સલાહ છે કે, આવેદન અરજી કરતા પહેલા આખું ભરતી નોટિફિકેશ જરૂર વાંચી લે. ધ્યાન રાખો કે, ઇન્ટરવ્યૂ સમયે શૈક્ષણિક યોગ્યતા ડિગ્રી/પ્રમાણપત્ર પણ રજૂ કરવાના રહેશે.

ડીએફસીસીઆઈએલમાં ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર આધારિત પરીક્ષણ, ઇન્ટરવ્યૂ, દસ્તાવેજ, ચકાસણી અને તબીબી પરીક્ષણ પછી કરવામાં આવશે. કમ્પ્યુટર આધારિત પરીક્ષણ બે કે ત્રણ સત્રોમાં લેવામાં આવશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આ પરીક્ષા બે કલાકની રહેશે. આમાં ૧૨૦ ઓબ્જેક્ટિવ ટાઇપ પ્રશ્ન હશે. પ્રશ્નપત્ર ફક્ત હિન્દી અને અંગ્રેજીમાં હશે.

ઉમેદવારો ખાસ ધ્યાન આપે કે, પરીક્ષામાં નકારાત્મક માર્કિંગ પણ આવશે. ખોટા જવાબો માટે ક્વાર્ટર માર્ક કાપવામાં આવશે.

(12:00 am IST)