Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર

સોપોર જિલ્લા પોલીસ વિસ્તારમાં ચેક મોહલ્લા નોપોરા ખાતે એન્કાઉન્ટર શરૂ થયું

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આજે ગુરુવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસ (કાશ્મીર ઝોન) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “સોપોર જિલ્લા પોલીસ વિસ્તારમાં ચેક મોહલ્લા નોપોરા ખાતે એન્કાઉન્ટર શરૂ થયું હતું.” પોલીસે જણાવ્યું કે હાલ ઓપરેશન ચાલુ છે.

(12:38 am IST)