Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

માઇક્રોસોફટ કંપનીએ કરી જાહેરાત

૧૫ જૂન ૨૦૨૨થી બંધ થશે દિગ્ગજ સર્ચ એન્જીન ઇન્ટરનેટ એકસપ્લોરર : ૨૬ વર્ષથી આપે છે સેવા

ઘણા સમયથી માઈક્રોસોફ્ટ માટે ઈન્ટરનેટ એકસપ્લોરર ધક્કા ગાડી સમાન હતું. તેને તબક્કાવાર અપડેટ કરવામાં આવતું હતું. પરંતુ ૨૦૧૯માં સલામતીના કારણોસર તેના માટે ઇમરજન્સી પેચ જારી કરવા પડ્યા હતા

નવી દિલ્હી,તા. ૨૬: જે લોકો વર્ષ ૨૦૦૦દ્ગક આસપાસ કોમ્પ્યુટર શીખ્યા છે, તેમના માટે માઈક્રોસોફ્ટનું ઈન્ટરનેટ એકસપ્લોરર બ્રાઉઝર અજાણ્યું નામ નથી. આખરે માઈક્રોસોફ્ટનું ઈન્ટરનેટ એકસપ્લોરર આવતા વર્ષે નિવૃત થશે. ૨૬ વર્ષ સુધી સેવા આપ્યા બાદ આ બ્રાઉઝરને નિવૃત કરવાની જાહેરાત માઈક્રોસોફ્ટ દ્વારા થઈ છે. હાલના તમામ બ્રાઉઝરની સરખામણીમાં ઈન્ટરનેટ એકસપ્લોરર 'વડીલ' સમાન છે. માઈક્રોસોફ્ટે તેના બ્લોગમાં કહ્યું છે કે, ઈન્ટરનેટ એકસપ્લોરર વિન્ડોઝ ૯૫માં રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે ૨૦૨૨ના ૧૫ જૂન મહિનાથી તેનું કન્ઝયુમર વર્જન વિન્ડોઝ ૧૦માં જોવા મળશે નહીં.

ઘણા સમયથી માઈક્રોસોફ્ટ માટે ઈન્ટરનેટ એકસપ્લોરર ધક્કા ગાડી સમાન હતું. તેને તબક્કાવાર અપડેટ કરવામાં આવતું હતું. પરંતુ ૨૦૧૯માં સલામતીના કારણોસર તેના માટે ઇમરજન્સી પેચ જારી કરવા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આજે પણ ૮ ટકા લોકો ઈન્ટરનેટ એકસપ્લોરરનો ઉપયોગ કરે છે. તેના સ્થાને માઈક્રોસોફ્ટ એજ લાવવામાં આવ્યું છે. જેમાં પણ ઈન્ટરનેટ એકસપ્લોરર જેવી સુવિધા છે.

કેટલીક ખૂબ જૂની અને મહત્વની વેબસાઈટ, ઈન્ટરનેટ કંપની- વેબ બેસેડ ટૂલ્સ જૂની વેબ ટેકનોલોજીના તર્જ પર બનેલ છે. આવી વેબસાઈટ કે ટૂલ્સને પ્રોસેસ કરવા આધુનિક બ્રાઉઝરને મુશ્કેલી પડે છે. બ્લોગમાં માઈક્રોસોફ્ટ એજના પ્રોગ્રામ મેનેજર સીન લિન્ડરસેએ લખ્યું છે કે, નવું બ્રાઉઝર વધુ ઝડપી, વધુ સુરક્ષિત છે. તે વધુ સારો બ્રાઉઝિંગ એકસપિરિયન્સ આપશે. આ સાથે તે જૂની એપ્લિકેશનને હેન્ડલ કરવા પણ સક્ષમ છે.

માઈક્રોસોફ્ટ દ્વારા સવાલના જવાબ આપવા અલાયદી પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં માઈક્રોસોફ્ટે સ્પષ્ટતા કરી હતી કે, વિન્ડોઝના જુના વર્જન સહિત નિવૃત્ત્િ।માં કેટલાક અપવાદ હશે. નોંધનીય છે કે, ૨૦૦૦થી ૨૦૦૫ દરમિયાન ઈન્ટરનેટ એકસપ્લોરર બ્રાઉઝર તરીકે રાજા સમાન હતું. તેની પાસે ૯૦ ટકા જેટલો તોતિંગ માર્કેટ શેર હતો.

આજે ગૂગલ ક્રોમ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું બ્રાઉઝર છે. ૨૦૧૩માં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં અન્ય વૈકલ્પિક બ્રાઉઝરને પ્રમોટ કરવામાં ન આવતા માઈક્રોસોફ્ટને ૫૬૧ મિલિયન યુરોનો દંડ થયો હતો. અગાઉ ૨૦૧૦માં માઈક્રોસોફ્ટે બ્રાઉઝર ચોઇસનો વિકલ્પ આપ્યો હતો. પરંતુ ત્યારબાદના અપડેટમાં આ ફીચર જ પડતું મૂકી દેવાયું હતું. આવું ભૂલથી થયું હોવાનો બચાવ માઈક્રોસોફ્ટે કર્યો હતો.

દિગ્ગજ કંપની પોતાની પ્રોડકટના વધુ એક ઇતિહાસને બદલવા જઈ રહી છે. એપ્રિલ મહિનામાં માઈક્રોસોફ્ટ દ્વારા ડિફોલ્ટ ફોન્ટ બદલવાની તૈયારી ચાલતી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. ૨૦૦૭થી કેલિબ્રિ ડિફોલ્ટ ફોન્ટ તરીકે ચાલ્યા આવે છે, તેના સ્થાને નવા ફોન્ટ માટે કંપનીએ યુઝરનો સહયોગ માંગ્યો છે. કુલ પાંચ ફોન્ટમાંથી યુઝર્સને તેમના મનગમતા ફોન્ટને મત આપવાનો રહેશે. ત્યારબાદ ડિફોલ્ટ ફોન્ટ નક્કી થશે.

(10:18 am IST)