Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

કોરોના સંક્રમણની સાથે બ્લેક ફંગસમાં હોમિયોપેથી સારવારઃ ડો. સુનિલ ઠુંમર

આયુષ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા તબીબી પરીક્ષણના તારણરૂપે બહાર આવ્યું છે કે હોમિયોપેથી દવામાં એન્ટીબાયોટીક, એન્ટીવાઈરલ, એન્ટીફંગસ કે સ્ટીરોઈડની માત્રા ન હોવા છતાં માત્ર કોવિડ ઇન્ફેકટેડ દર્દીના શારીરિક લક્ષણોને આધારે કોવિડ તેમજ પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન માં સારવાર અપાઇ રહી છે. 

 હાલના પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશનમાં મહામારી જાહેર થતી બિમારી મ્યુકરમાઇકોસિસ (બ્લેક ફંગસ) મુખ્યત્ત્વે ડાયાબિટીસ, સ્ટીરોઈડ અને ઇમ્યુનોસપ્રેસિવ મેડીસિનના વધુ પડતા ઉપયોગના કારણે થતી હોવાનું બહારમાં આવ્યું છે.

 ૧૮૮૫ માં મ્યુકરમાઇકોસિસનો પહેલો કેસ ઓસ્ટ્રિયન પેથોલોજીસ્ટ રિચાર્ડ પલટ્ટોફ દ્વારા નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૫૫ માં જે.એસ.હરિશે તેમનો અહેવાલ પ્રકાશિત કર્યો.

 આ બિમારી સામાન્યરીતે બહુ જૂજ પ્રમાણમાં જોવા મળતી બિમારી છે. જેમાં ફુગનો ચેપ શરીરના અંદરના આવરણ જેવાકે ગળું, નાક, આંખ, મગજ, ફેફસાં તેમજ આંતરડા સુધી ફેલાઈ શકે છે.

 Literature survey ના આધારે આ રોગના સામાન્ય લક્ષણોમાં નાક બંધ થવું, નાકમાંથી લોહી તેમજ કાળું-ભૂરું પ્રવાહી નીકળવું, શ્વાસ ચઢવો, ચહેરા અને આંખનો સોજો તેમજ દુઃખાવો, માથું - દાંત - પેઢા અને જડબામાં દુઃખાવો થવો, આંખની દ્રષ્ટિ નબળી પડવી, આંખો લાલ થઈ જવી અને તાવ, શરદી, છાતીમાં દુઃખાવો થવો જેવા લક્ષણો નોંધાયા છે.

 હોમિયોપેથીની નિષ્ણાંત ટીમ દ્વારા થયેલ સર્વેના આધારે દર્દીના શરૂઆતના સામાન્ય લક્ષણોમાં બ્લેક ફંગશનો થતો ફેલાવો હોમિયોપેથી દવાઓ દ્વારા અટકાવી શકાય છે. Extreme leval ના અને સર્જરી પછીના તબકકાઓમાં હોમિયોપેથી દવા દ્વારા દર્દીને આંશિક લક્ષણોમાં રાહત આપી શકાય છે.

 ડાયરેકટર ઓફ આયુષ (હૈદરાબાદ) દ્વારા પોસ્ટ કોવીડ દર્દી પર કરવામાં આવેલા સફળ પરીક્ષણના આધારે પ્રદર્શિત અહેવાલ મુજબ મ્યુકરમાઇકોસિસની પ્રિવેન્ટિવ હોમિયોપેથી મેડીસિન પણ આ રોગ ને અટકાવી શકે છે. આ અહેવાલના વિગતાનુસાર આયુષ પ્રોટોકોલ મુજબ Rhinocerebral Mucormycosis માટે Ars.alb., Kali bich., Merc. Iod., Merc. Iod flavum, Merc. Sol., Cinnabaris, Thuja, Carbo. animalish  જેવી  દવાઓની ઉપયોગિતા દર્શાવી છે જ્યારે Cutaneous Mucormycosis માટે Ars.alb., Sulpher, Merc. Sol., Anthracinum અને Gastrointestinal Mucormycosis માટે Ars.alb., Phosphorous, Nitric acid જેવી દવાઓનો ઉલ્લેખ છે.

 હોમિયોપથી સારવાર દર્દીના વ્યકિતગત લક્ષણોને આધારે નક્કી થતી હોવાથી મેડીસિન અને તેના ડોઝની પસંદગી હોમિયોપેથી ફિઝીશિયનના નિરીક્ષણ હેઠળ તેમને તપાસ કરાવીને લેવી જોઈએ. (ઉપરોકત વિગતો ડો. સુનીલ ઠુંમર દ્વારા  અપાયેલ છે.)

આલેખન

ડો. સુનિલ ઠુંમર

એમ.ડી. મેડીસીન, હોમિયોપેથી, પીજી ડિપ્લોમાં ઇન ડાયાબીટીસ, રીસર્ચર, કન્સલટન્ટ હોમિયોપેથી ફિઝીશ્યન જયપુર, રાજસ્થાન)

મો.૯૦૩૩૧ ૦૦૫૫૫

(12:09 pm IST)