Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

પીએમ કેર્સ ફંડ દ્વારા ઔરંગાબાદ મોકલાયેલા 150 વેન્ટિલેટરમાંથી 113 વેન્ટિલેટર ખામીવાળા : આ બાબત ઘણી ગંભીર છે : વેન્ટિલેટર દર્દીઓના જીવ બચાવવા માટે છે જોખમમાં મુકવા માટે નહીં : બોમ્બે હાઇકોર્ટની ઔરંગાબાદ બેન્ચની ટકોર

મુંબઈ : પીએમ કેર્સ ફંડ દ્વારા ઔરંગાબાદની સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (જીએમસીએચ) ને વેન્ટિલેટર મોકલવામાં આવ્યા હતા. મુખ્ય સરકારી વકીલ ડી.આર.કાળેએ કોર્ટને આપેલી માહિતી મુજબ
મોકલાયેલા 150 વેન્ટિલેટરમાંથી 113 વેન્ટિલેટર ખામીવાળા  નીકળ્યા હતા . ઔરંગાબાદની  સરકારી તબીબી હોસ્પિટલોના  અમિકસ કુરિયા સત્યજીત એસ બોરાએ સ્થાનિક અખબારના અહેવાલો ટાંકીને બિન-કાર્યક્ષમ વેન્ટિલેટર અંગે જાણ  કરી હતી. જેના અનુસંધાને બોમ્બે હાઇકોર્ટની  ઔરંગાબાદ બેન્ચએ ટકોર કરતા જણાવ્યું હતું કે આ બાબત ઘણી ગંભીર છે.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે વેન્ટિલેટર દર્દીઓના જીવ બચાવવાના ઉપકરણો હોવાનું અને માનવામાં આવે છે તેને બદલે આવા ખામીવાળા વેન્ટિલેટર દર્દીઓના જીવને જોખમમાં મુકી શકે છે."

આથી જસ્ટિસ આરવી ઘુગે અને ન્યાયાધીશ બીયુ દેવધરની  બેંચે સપ્લાયર વિરુદ્ધ કરવામાં આવનારી કાર્યવાહી અને આ મુદ્દાને ધ્યાનમાં રાખી યોગ્ય પગલા લેવા અંગે કેન્દ્ર સરકારને જવાબ આપવા નિર્દેશ આપ્યો હતો. સુનાવણી માટેની આગામી મુદત 28 મે રાખવામાં આવી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા  જાણવા મળે છે.

(1:02 pm IST)