Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

કોરોનાથી મૃત્યુના ભયને કારણે જમીન ન આપી શકાય: નિર્ણય કેસની ગુણવત્તાના આધારે થવો જોઈએ: સુપ્રીમકોર્ટ

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રિમકોર્ટનો મહત્વનો ફેંસલો

નવી દિલ્હી : કોરોના વાયરસ દેશભરની જેલ, ન્યાયલયોમાં પણ ફેલાયો છે. ઘણાં કેદીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે કે કોરોનાથી કોઈ પણ વ્યક્તિને આગોતરા જામીન આપી શકાતા નથી. સુપ્રીમ કોર્ટે આ આદેશ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આગોતરા જામીન અંગેનો નિર્ણય કેસની ગુણવત્તાના આધારે થવો જોઈએ. આ કોરોના ચેપને કારણે મૃત્યુના ભયને કારણે જમીન ન આપી શકાય.

અલ્હાબાદ હાઈકોર્ટે ગયા અઠવાડિયે એક આદેશમાં કહ્યું હતું કે જેલમાં વધુ કેદીઓ અને કેસોમાં વધારો થવાના કારણે આગોતરા જામીન મળી શકે છે. યુપી સરકારે હાઈકોર્ટના આ નિર્ણય સામે અરજી દાખલ કરી હતી. અને સુપ્રીમે મહત્વનો નિર્ણય આપી અલ્હાબાદ હાઈકોર્ટના આ આદેશ પર સ્ટે મૂકી દીધો છે. કેસની સુનાવણી કરતી વખતે જસ્ટીસ વિનીત સરન અને બી.આર. ગવાઈની ખંડપીઠે કહ્યું હતું કે કેસમાં એકપક્ષી ટિપ્પણી હતી કે તમામ કોરોનાગ્રસ્તોને અગાઉથી જામીન આપવા જોઈએ. અમે આ અંગે નોટિસ ફટકારીશું. અમે આવા એકપક્ષીય નિવેદનો પર પ્રતિબંધ મૂક્યો છે.

અલ્હાબાદ હાઇકોર્ટે આરોપી પ્રિતિક જૈનને 130 કેસોમાં આગોતરા જામીન આપી દીધા હતા. આ પછી, હાઇકોર્ટના નિર્ણય પર ચર્ચા શરૂ થઈ હતી. હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે, કોરોના કેસ જે રીતે વધી રહ્યા છે, આરોપીને જેલમાં મોકલવું તેની જીંદગી માટે જોખમી હોઈ શકે છે. આથી આગોતરા જામીન આપી શકાય.

(1:43 pm IST)