Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

સોયા દૂધ કે બદામનું દૂધ એ દૂધ નથી : વનસ્પતિ અને છોડમાંથી બનાવેલા પીણાં દૂધ તરીકે વેચી ન શકાય : નેશનલ કો-ઓપરેટીવ ડેરી ફેડરેશનની દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન : ન્યાયમૂર્તિ રેખા પલ્લીની સિંગલ જજ બેન્ચે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસે જવાબ માંગ્યો

ન્યુદિલ્હી : નેશનલ કો-ઓપરેટીવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયાએ દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જેમાં જણાવ્યા મુજબ સોયા દૂધ ,કે બદામનું દૂધ એ દૂધ નથી . વનસ્પતિ અને છોડમાંથી બનાવેલા પીણાં દૂધ તરીકે વેચી ન શકાય . જેના અનુસંધાને ન્યાયમૂર્તિ રેખા પલ્લીની સિંગલ જજ બેન્ચે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસે જવાબ માંગ્યો છે.

અરજદાર સહકારી ડેરી ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા છે જે દૂધ અને દૂધના ઉત્પાદન અને માર્કેટિંગમાં શામેલ છે.

અરજદાર મુજબ ફૂડ સેફ્ટી એક્ટ, 2006 ની વૈધાનિક યોજના અને તેના સાથી નિયમો કોઈપણ વનસ્પતિ કે છોડમાંથી બનાવેલી વસ્તુ  માટે 'દૂધ' અને 'પનીર', 'દહીં' જેવા  શબ્દોનો ઉપયોગ અટકાવે છે.
વ્હાઇટ ઓપેક ખોરાક હોવાના એકમાત્ર આધાર પર પ્લાન્ટ આધારિત પીણાને "દૂધ" અને "દૂધ ઉત્પાદનો" તરીકે લેબલ આપવામાં આવે છે. આવા ‘સફેદ અપારદર્શક ખોરાકની રચના મુખ્યત્વે છોડ અથવા અખરોટના અર્કમાં ભેળવાયેલું  પાણી છે .

આથી અરજ  કરવામાં આવી હતી કે હર્ષે અને અન્ય નામવાળી કંપનીઓ સામે "દૂધ" તરીકે વનસ્પતિ  આધારિત પીણાઓને દૂધ ,દહીં ,પનીર કે માખણ તરીકે વેંચતા રોકવામાં આવે અને પગલાં લેવામાં આવે.  આગામી મુદત 14 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. તેવું બી.એન્ડ બી. દ્વારા જાણવા મળે છે.

(1:44 pm IST)