Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

બુરખાના નિવેદન મામલે બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન વિવાદમાં ફસાયા

લંડનઃ બ્રિટનના એક સ્વતંત્ર રિપોર્ટમાં કહેવાયું છે કે વડાપ્રધાન બોરિસ જોન્સને  બુરખા બાબતે જે ટીકાઓ કરી હતી. તેનાથી એવું લાગે છે કે તેમનો પક્ષ મુસ્લિમો બાબતે સંવેદનશીલ નથી.

આ રિપોર્ટ વડાપ્રધાન જોન્સનના આદેશ પર જ આવ્યો છે, તેમણે ૨૦૧૯માં એ વાતની સ્વતંત્ર તપાસ કરવા કહ્યું હતું કે તેમનો પક્ષ ભેદભાવના આક્ષેપોનો સામનો કેવી રીતે કરે છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે પક્ષમાં સ્થાનિક સ્તરે તેમજ વ્યકિતગત સ્તરે  મુસ્લિમ વિરોધી ભાવના છે.

જો કે પક્ષની અંદર સંસ્થાગત જાનિભેદ હોવાના દાવાઓ સાબિત નથી કરી શકાયા કેમ કે પક્ષમાં ફરિયાદો પર કાર્યવાહીની પ્રક્રિયા બરાબર ન હોતી. આ સ્વતંત્ર તપાસનો રિપોર્ટ તૈયાર કરનાર પ્રોફેસર સ્વર્ણસિંહે કહ્યું કે એ વાતની સ્પષ્ટ સાબિતીઓ છે કે કોન્ઝરવેટીવ પાર્ટીની ફરિયાદ પ્રક્રિયાને બદલવાની જરૂર છે. પ્રોફેસરેર ચેતવણી આપી હતી કે આ રિપોર્ટ પક્ષ માટે અસહજ કરનારો બની શકે છે.

પ્રોફોસર સ્વર્ણસિંહે કહ્યું, જે લોકો ૪૪૦૦૦ શબ્દોનો આ રિપોર્ટના વાંચવા માંગતા હોય તેમના માટે આ રિપોર્ટનો સાર એ છે કે અમને ભેદભાવની સાબિતીઓ મળી છે. જો કે આ સમસ્યા સંસ્થાગત નથી પણ પક્ષે તેને ખતમ કરવા સક્રિય થયું પડશે.

રિપોર્ટ પર પ્રક્રિયા આપતા કોન્ઝરવેટીવ પાર્ટીની સહઅધ્યક્ષ અમાંડા મિલીંગે એવી દરેક વ્યકિતની માફી માંગી જેમને બીજાના વ્યવહારથી ઠેસ પહોંચી હોય અથવા જે અમારી વ્યવસ્થાથી નિરાશ થયા હોય તેમણે કહ્યું કે પક્ષે આ રિપોર્ટની ભલામણોનો સ્વીકાર કર્યો છે અને છ સપ્તાહમાં તેમને લાગુ કરવાની યોજના રજૂ કરાશે.

બોરીસ જોન્સનની જે ટીપ્પણી બાબતે હંગામો મચ્યો છે. તેમાં તેમણે કહ્યું હતું કે બુરખો પહેરેલી મહિલાઓ ''લેટર બોક્ષ'' અથવા બેંક લુંટારાઓ જેવી લાગે છે.

(4:14 pm IST)