Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

હવે આરોગ્ય સેતુ એપ એકાઉન્ટને આપશે બ્લૂ ટીક: વેક્સિનેશન સ્ટેટસ પણ એપમાં જ અપડેટ થઇ જશે

વેક્સિન લો અને બ્લૂ ટીકની સાથે બ્લૂ શીલ્ડ પણ મેળવો : વગર સર્ટિફિકેટે એ લોકોની ઓળખ દ્વારા જ થઈ જશે જેમણે વેક્સિન લીધી છે.

નવી દિલ્હી : સોશિયલ મીડિયા સાઈટ્સ પર કોઈ પણ એકાઉન્ટમાં બ્લૂ ટીક આપવામાં આવે તેનો એવો મતલબ થાય છે કે આ એકાઉન્ટ વેરિફાઈડ એકાઉન્ટ છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર કોઈ પણ ઓફિસયલ વેરિફાઈડ એકાઉન્ટને બ્લૂ ટીક આપવામાં આવે છે. ટ્વિટર પર પણ હવે બ્લૂ ટીક આપવામાં આવી રહી છે. જોકે ઘણા લોકોને આત્યાર સુધી આ અપડેટ નથી મળ્યું

  હવે ભારત સરકારે પણ પોતાની આરોગ્ય સેતુ એપ પર બ્લૂ ટીક આપવાની વાત કહી છે. આરોગ્ય સેતુ એપને કોરોના સંક્રમણના કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે લોન્ચ કરવામાં આવી હતી. હવે આ એપ દ્વારા તમે વેક્સિન માટે સ્લોટ પણ બુક કરાવી શકો છો. તેના દ્વારા તમે પોતાના વિસ્તારમાં વેક્સિન ઉપલબ્ધ છે કે નહીં તે જાણકારી મેળવી શકો છો અને તેના દ્વારા વેક્સિન લગાવ્યા બાદ સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો.

  હવે ભારત સરકારે લોકોને આરોગ્ય સેતુ એપ પર બ્લૂ ટીક આપવાની જાહેરાત કરી છે. આરોગ્ય સેતુએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે હવે તમારૂ વેક્સિનેશન સ્ટેટસ પણ એપમાં જ જોવા મળશે. વેક્સિન લેનાર વ્યક્તિને આરોગ્ય સેતુ એપ બ્લૂ ટીક અને શીલ્ડ મળશે. તેનો ફાયદો એ થશે કે વગર સર્ટિફિકેટે એ લોકોની ઓળખ આરોગ્ય સેતુ એપ દ્વારા જ થઈ જશે જેમણે વેક્સિન લીધી છે

  આરોગ્ય સેતુ એ ટ્વીટ કરીને કહ્યું કે વેક્સિન લો અને બ્લૂ ટીકની સાથે બ્લૂ શીલ્ડ પણ મેળવો. આરોગ્ય સેતુની હોમ સ્ક્રીન પર Your Status ટેબમાં તમને ડબલ બ્લૂ ટિક અને બ્લૂ શીલ્ડ જોવા મળશે. બ્લૂ ટિક અને બ્લૂ શીલ્ડ તમને ત્યારે જ મળશે જ્યારે તમને વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા હશે.

(7:06 pm IST)