Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

હવે હરિયાણામાં સાર્વજનિક સંપત્તિઓને થયેલ નુકસાનની વસુલાત ઉપદ્રવીઓ પાસેથી જ કરાશે

સંપત્તિ નુકસાન-વસુલી વિધેયક 2021 પર રાજ્યપાલે મહોર મારી દીધી

નવી દિલ્હી :  હરિયાણામાં સંપત્તિ નુકસાન-વસુલી વિધેયક 2021ને રાજ્યપાલે મંજૂરી આપી છે આ વિધેયક હવે કાયદો બન્યો છે. આ કાયદા અંતર્ગત હરિયાણામાં હવે સાર્વજનિક સંપત્તિઓને થયેલ નુકસાનની વસુલાત ઉપદ્રવીઓ પાસેથી જ કરવામાં આવશે.

હરિયાણાના ગૃહપ્રધાન અનિલ વિજે એ કહ્યું છે કે રાજ્યમાં સંપત્તિ નુકસાન-વસુલી અધિનિયમના અમલ સાથે કોઈપણ આંદોલનની આડમાં દુકાનો, સરકારી કચેરીઓ, વાહનો, બસો સહિત તમામ પ્રકારની જાહેર અને ખાનગી સંપત્તિને થતાં નુકસાનની વસુલાત હવે ઉપદ્રવીઓ અને અસામાજિક તત્વો પાસેથી જ કરવામાં આવશે.

 અનિલ વિજ એ જણાવ્યું હતું કે હરિયાણા સરકારે આ કાયદા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે, જાહેરનામું બહાર પાડ્યાની સાથે જ રાજ્યમાં આ કાયદોનો અમલ લાગુ કરી દેવામાં આવ્યો છે.

હવે ભવિષ્યમાં, કોઈપણ આંદોલન દરમિયાન ગરીબ લોકોને અથવા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો ઇરાદાઓ ઘટશે. તેમણે કહ્યું કે આંદોલન લોકશાહીની પ્રક્રિયા છે પરંતુ તેની આડમાં નુકસાન પહોંચાડવું ખોટી વાત છે.

 ગૃહપ્રધાન અનિલ વિજએ કહ્યું કે આ માટે એક ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે, જે આ પ્રકારની ફરિયાદોની તપાસ કરશે અને દોષિતો સામે કાર્યવાહીનો નિર્ણય લેશે. ક્લેઈમ ટ્રિબ્યુનલની અધ્યક્ષતા હરિયાણા સુપિરિયર જ્યુડિશિયલ સર્વિસીસના અધિકારી કરશે, જેનું નામ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની સલાહ લીધા પછી નક્કી કરવામાં આવશે અને તેમાં બે કે તેથી વધુ સભ્યો હોઈ શકે છે.

નોંધપાત્ર વાત એ છે કે બજેટ સત્રમાં સરકાર વતી વિધાનસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતું સંખ્યાબળને આધારે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જે રાજકીય પક્ષો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે તેમને Haryana ના ગૃહપ્રધાન અનિલ વિજ  એક હ્યું કે આ રાજકીય પક્ષોએ કહેવું જ જોઇએ કે શું તેઓ તેમની સાથે છે કે જેઓ સરકારી અને ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડે છે કે પીડિતોની તરફેણમાં છે?

(11:34 pm IST)