Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

આઈપીએલની બાકીની મેચો સપ્ટેમ્બરમાં ફરી શરૂ થાય તો ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડી નહીં રમી શકે !!

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ટી20 વર્લ્ડ કપ પહેલા 3થી 4 સિરીઝ રમવાની છે, જેના કારણે ખેલાડીઓ માટે યુએઈ જવું મુશ્કેલ બનશે

મુંબઈ :ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની બાકીની મેચ સપ્ટેમ્બરમાં યુએઈમાં યોજાશે, પરંતુ હવે તેના ચાહકોને એક ખરાબ સમાચાર મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો આઈપીએલ સપ્ટેમ્બરમાં ફરી શરૂ થશે તો ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડી ભાગ્યે જ તેમાં ભાગ લેતા જોવા મળશે. હકીકતમાં, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ટી20 વર્લ્ડ કપ પહેલા 3થી 4 સિરીઝ રમવાની છે, જેના કારણે તેના ખેલાડીઓ માટે યુએઈ જવું મુશ્કેલ બનશે.

સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયન ટીમને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર જવાનું છે, જ્યાં તે 5 મેચની ટી20 શ્રેણી અને 3 મેચની વનડે શ્રેણી રમશે. ઘણા મહત્વપૂર્ણ ખેલાડીઓ ટીમ સાથે વેસ્ટ ઇન્ડીઝમાં નથી જતાં કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી બાયો બબલમાં હતા.

આ ખેલાડીઓમાં પેટ કમિન્સ, ડેવિડ વોર્નર અને ડેનિયલ સિમ્સનો પણ સમાવેશ છે. ડેનિયલ સેમ્સે માનસિક દબાણને કારણે વિન્ડિઝ ટૂરમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયન ટીમ બાંગ્લાદેશ જઈ શકે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અકરમ ખાને પુષ્ટિ આપી છે કે ઓગસ્ટમાં કાંગારૂ ટીમ પાંચ મેચની ટી -20 શ્રેણી માટે તેની મુલાકાત લેશે. આ શ્રેણી દરમિયાન, ખેલાડીઓએ પણ બાયો-બબલમાં રહેવું પડશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઈપીએલમાં રમવાનું મુશ્કેલ લાગી રહ્યુ છે. જો ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આઈપીએલ 2021 ન બાકીની મેચોમાં નહીં રમે તો તે ઘણી ટીમોનું સંતુલન બગડી શકે છે.

ઓસ્ટ્રેલિયા જ નહીં પરંતુ ઇંગ્લેન્ડના ખેલાડીઓ માટે આઈપીએલ 2021ની બાકીની મેચોમાં રમવું પણ મુશ્કેલ છે. ઇંગ્લેન્ડ પણ આ દરમિયાન પાકિસ્તાન સામે શ્રેણી રમશે. હવે જોવા જેવી વાત એ છે કે બીસીસીઆઈને આઈપીએલ 2021ની બાકીની મેચોનું આયોજન કરવા માટે એક વિંડો મળી ગઈ છે, પરંતુ હવે જો ઇંગ્લેંડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં ગેરહાજર રહેશે તો આ લીગમાં રોમાંચ શું હશે?

(11:48 pm IST)