Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

લ્યો બોલો... પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂતે ઇન્ડોનેશિયામાં પણ લખણ ઝળકાવીયા

ઇન્ડોનેશિયા દુતાવાસનું આખું સંકુલ જ વેચી માર્યું : પાણીના ભાવે બિલ્ડીંગ વેચીને સરકારી તિજોરીને રૂ. ૧૩.૨ કરોડનું નુકશાન કારેલ

ઇસ્લામાબાદઃ  ઇન્ડોનેશિયામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂતે દસ વર્ષ પહેલા તેમની હાજરી વખતે જાકાર્તા સ્થિત રાજદૂતાવાસની ઇમારત ગેરકાયદેસર રીતે વેચી દીધી હતી. ઇસ્લામાબાદ મીડિયા રિપોર્ટો મુજબ દેશના ભ્રષ્ટાચાર વિરોધી એકમ, રાષ્ટ્રીય જવાબદેહી બ્યૂરો (એનએબી)એ 19મી ઓગસ્ટના રોજ પૂર્વ રાજદૂત મેજર જનરલ (નિવૃત્ત) સૈયદ મુસ્તફા અનવરની સામે કોર્ટમાં કેસ ફાઇલ કર્યો તો.

એકાઉન્ટેબિલિટી કોર્ટમાં કહેવાયુ છે કે અનવરે 2001-02માં જાકાર્તામાં પાકિસ્તાની રાજદૂતાવાસનું બિલ્ડિંગ નાખી દેવાના ભાવે વેચી દીધુ હતુ. આ બિલ્ડિંગના ગેરકાયદેસરના વેચાણના લીધે સરકારી તિજોરીને 13.2 કરોડ ડોલરની ખોટ ગઈ હતી

એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ એનએબીના તારણ દર્શાવે છે કે ભૂતપૂર્વ રાજદૂત અનવરે જાકાર્તામાં તેમની નિમણૂક થયાના તરત જ રાજદૂતાવાસાનું બિલ્ડિંગ વેચવાનો નિર્ણય લીધો હતો. આ હેતુ માટે તેમણે પાકિસ્તાન વિદેશ મંત્રાલયની પૂર્વમંજૂરી લીધા વગર રાજદૂતાવાસ વેચવાની જાહેરખબર પણ તેમની સત્તાની રુએ આપી દીધી હતી.

આ વેચાણની પ્રક્રિયા શરૂ થયા પછી અનવરે વિદેશ મંત્રાલયને આ વેચાણ માટેની દરખાસ્ત મોકલી હતી. તેના બદલામાં વિદેશ મંત્રાલયે જાકાર્તમાં આ રાજદૂતાવાસના વેચાણની પ્રક્રિયાને કાયદાથી વિપરીત ગણાવી હતી અને અનવરને આ અંગે અનેકવિધ પત્રો પાઠવ્યા હતા.

એનએબીનું તારણ હતુ કે નિવૃત્ત મેજર જનરલ પાકિસ્તાનની નેશનલ એકાઉન્ટેબિલિટીના ઓર્ડિનાન્સ મુજબ સેક્શન 9(એ) 6ની જોગવાઈ હેઠલ સત્તાના દૂરુપયોગ બદલ દોષિત બને છે.
પાકિસ્તાનના મીડિયા આઉટલેટ્સના અહેવાલ મુજબ દેશની સુપ્રીમ કોર્ટે પોતે ભ્રષ્ટાચારના કેસો ફાઇલ કરવામાં વિલંબ બદલ એનએબીને દોષિત ઠેરવી છે. મુખ્ય ન્યાયાધીશે તો ત્યાં સુધી તો કહી દીધું હતું કે એનએબીના અધિકારીઓ યોગ્ય તપાસ કરવા માટેની ક્ષમતા જ ધરાવતા નથી.

(12:00 am IST)