Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ભાગેડુ નિરવ મોદીની પત્નિ સામે ઈન્ટરપોલની નોટિસ

અગાઉ નીરવ, તેની બહેન સામે નોટિસ ઈશ્યુ થઇ છેઃ નિરવની પત્નિની વિરૂદ્ધ ભારતમાં મની લોન્ડરિંગનો કેસ અપરાધીની આંતરરાષ્ટ્રીય ધરપકડની કામગીરી શરૂ થશે

નવી દિલ્હી, તા. ૨૫: ભારતની બેક્નોનું રૂપિયા ૧૪,૦૦૦ ફુલેકું ફેરવનાર ભાગેડુ નીરવ મોદીની પત્ની સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. નીરવ મોદી સામે તો પહેલેથી રેડ કોર્નર નોટિસ જાહેર છે. ભારતમાં પહેલેથી જ નીરવ મોદીની પત્ની સામે મની લોન્ડરિંગનો કેસ ચાલી રહ્યો છે. ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસને પગલે અપરાધીની આંતરરાષ્ટ્રીય ધરપકડની કામગીરી શરૂ થશે. આ પહેલાં ઇન્ટરપોલે નીરવ મોદી, તેના ભાઇ નેહલ અને બહેન પૂર્વી સામે પણ નોટિસ જાહેર કરી છે.

નીરવ મોદી અત્યારે બ્રિટનમાં છે. બ્રિટનની કોર્ટમાં તેના પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. આ પહેલાં જુલાઇ મહિનામાં કોર્ટે બ્રિટનમાં નીરવ મોદીની અટકાયત છઠ્ઠી ઓગસ્ટ સુધી લંબાવી હતી. આ દિવસે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નીરવ મોદીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં તેની કસ્ટડીને ૨૭ ઓગષ્ટ સુધી વધારી દેવામાં આવી છે.

નીરવ મોદીના પ્રત્યારર્પણ અંગેની સુનવણી હવે બ્રિટનમાં સપ્ટેમ્બર મહિનાથી શરુ થનાર છે. ઉલ્લેખનીય છે કે નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે કોરોડો રુપિયાનું ફ્રોડ કર્યુ હતું. ત્યારબાદ તે વિદેશ ભાગી ગયો છે અને ભારતે તેને ભાગેડુ જાહેર કર્યો છે.

(10:26 pm IST)