Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

હિંદુ દેવી-દેવતાઓ માટે અપશબ્દો વાપરનાર ઇસ્લામી હીર ખાનની ધરપકડ

હીર ખાને દેવી-દેવતાઓ વિશે અશોભનીય ભાષા વાપરી છે અને આનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતોઃ આ વીડિયોમાં આપતિજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે

પ્રયાગરાજ,તા. ૨૬: સોશિયલ મીડિયા પર ઘણાં સમયથી દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરનારી મહિલા હીર ખાન વિરુદ્ઘ આજે લખનઉમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો, જયારે આ પહેલા એક કેસ પ્રયાગરાજમાં નોંધાવવામાં આવ્યો હતો. પ્રયાગરાજ પોલીસે તેની ધરપકડ કરી છે.

પ્રયાગરાજમાં પોતાના સંબંધીના ઘરે છુપાયેલી હીર ખાનને પોલીસે પકડી પાડી. યુટ્યૂબ પર સતત દેવી-દેવતાઓ વિરુદ્ઘ અભદ્ર ટિપ્પણી કરનાર હીર ખાન વિરુદ્ઘ પ્રયાગરાજની સાથે સાથે લખનઉમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો. ત્યાર બાદ પોલીસ તેની શોધમાં હતા. તેની નૂરુલ્લા રોડપરથી ધરપકડ કરવામાં આવી છે.

હીર ખાને દેવી-દેવતાઓ વિશે અશોભનીય ભાષા વાપરી છે અને આનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં આપત્ત્િ।જનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, વીડિયોમાં તે પોતાને ઇસ્લામની રક્ષક કહે છે. તેણે વીડિયોમાં પ્રદેશ પોલીસ વિરુદ્ઘ પણ અભદ્ર શબ્દો અને ભાષાનો પ્રયોગ કર્યો છે. સાથે જ પોલીસને પડકાર આપ્યો કે તેને પકડી બતાવે. યુટ્યૂબ પર હીર ખાન એકાએક ચર્ચામાં આવી ગઈ. યુટ્યૂબ ચેનલ બ્લેક ડે ૫ ઓગસ્ટ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો, જે ખૂબ જ અમર્યાદિત અને ભડકાઉ છે. આ વીડિયોમાં હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ઘ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે. અશ્લીલ ભાષા પ્રયોગ કરવામાં આવ્યો છે. વીડિયો રિલીઝ થયા બાદ તેની ધરપકડની માગ કરવામાં આવી રહી હતી.

સોશિયલ મીડિયા પરથી મળતી માહિતી પ્રમાણે, હીર ખાને ૨૩ ઓગસ્ટના આ વિવાદિત વીડિયો અપલોડ કર્યો છે. વીડિયોમાં તેણે અયોધ્યા અને માતા સીતાને લઈને અશ્લીલ ટિપ્પણીઓ કરી છે. તેણે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે અને તે દરમિયાન ખૂબ જ ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો છે સાથે તેણે ભડકાઉ ભાષા વાપરી છે. વીડિયોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે જો કોઇ ઇસ્લામ વિરુદ્ઘ કંઇ પણ કહેશે તો મુસલમાન ચુપ નહીં બેસે.

આની સાથે સાથે હીર ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. સોશિયલ મીડિયા પર હીર ખાનના અન્ય પણ કેટલાક વીડિયો શેર થઈ રહ્યા છે. એમાં પણ તે દેવી-દેવતાઓ માટે એવા જ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા પર હીર ખાનની ધરપકડની માગ કરતા લોકોએ લખ્યું છે કે આ મહિલા પોતાના લોકતંત્રના અધિકારોનો દુરુપયોગ કરતાં એવા શબ્દો બોલે છે જે કોઇએ પણ ન બોલવા જોઇએ. જો કે, આ મહિલાનું સાચ્ચું નામ શું છે અને તે કયાંની છે આ વિશે માહિતી મળી નથી. પણ મોટાભાગના લોકો આમાં યૂપી પોલીસને ટેગ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં હીર ખાન નામની આ મહિલા ભગવાન વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. આ મહિલાએ એ પણ કહ્યું છે કે તેને પોલીસનો ડર નથી, કારણકે તે બે વર્ષથી આમ કરી રહી છે, પણ અત્યાર સુધી પોલીસે કંઇ જ કર્યું નથી. હીર ખાન કહે છે કે તે પોતે ઇચ્છે છે કે પોલીસ કેસ થાય અને પછી તે બતાવશે કે તે શું કરી શકે છે.

(11:38 am IST)