Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

અમેરિકાના રાષ્ટ્રપતિની જેમ ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી માટે તૈયાર થયેલ વીવીઆઇપી વિમાન 'એર ઇંડિયા વન' ટેકનીકલ કારણોસર ભારત ન પહોંચ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિની જેમ ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી માટે તૈયાર થયેલ વીવીઆઇપી વિમાન એર ઇંડિયા વનને લઇ એક સમાચાર સામે આવ્યા છે.

સૂત્રોમાંથી મળેલ જાણકારી પ્રમાણે અમેરિકામાં તૈયાર થયેલ આ વિમાન આજ ભારત પહોંચવાનું હતું પણ ટેકનિકલ કારણોને લઇ સ્થગિત કરી દેવામાં આવેલ છે. અભેદ્ય સુરક્ષા વાળું વિમાન છે. આ વિમાનમાં ઓફિસ અને મિટીંગ રૃમ હશે, મિરર બોલ સિસ્ટમનો ઉપયોગ થયો છે. અતિ આધુનિક સુવિધા અને સુરક્ષાવાળું છે.

(12:26 am IST)