Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

SSR કેસઃ ૪૮ - ૭૨ કલાકમા સીબીઆઈ ધરપકડનો દોર શરૂ કરશે

સુશાંત કેસમાં પાંચથી છ વ્યકિત શંકાના પરિઘમાં છે

મુંબઇ, તા.૨૬: સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસના શંકાસ્પદો સીબીઆઇ સામે કિલયર છે એવા સમયે બેથી ત્રણ દિવસમાં સીબીઆઇ અરેસ્ટનો દોર શરૂ કરે એવી પૂરેપૂરી શકયતા

સીબીઆઇ સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પાછળ જવાબદાર લોકોની એક યાદી તૈયાર કરી રહી છે, જેની તારવણી પણ હવે શરૂ થઈ ગઈ છે. એવા સમયે આવતા ૪૮થી ૭૨ કલાકમાં સીબીઆઇ દ્વારા ધરપકડ પણ શરૂ થાય એવી સંભાવના છે. સીબીઆઇ અત્યાર સુધી જે તારણ પર પહોંચી છે એ મુજબ સુશાંતકેસમાં પાંચથી છ વ્યકિત શંકાના પરિઘમાં છે અને એ જ શકમંદમાંથી સીબીઆઇ દ્વારા અરેસ્ટ કરવામાં આવે એવી પૂરી શકયતા છે.

કેસની તપાસ ઉપરાંત સીબીઆઇ દ્વારા આ આખા કેસમાં કયાં કઈ વાતનું કાચું કપાયું છે એની યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. તપાસ દરમ્યાન કઈ-કઈ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આ કેસ ફટાફટ સોલ્વ થઈ શકયો હોત એ મુદ્દાઓનું પણ એક લિસ્ટ તૈયાર થશે, જેનો ઉપયોગ આગળ જતાં કેસ વખતે આરોપી બચાવનું કામ કરે ત્યારે કામ લાગી શકે છે.

અત્યાર સુધીમાં સીબીઆઇએ જેકોઈનાં સ્ટેટમેન્ટ અને ક્રોસ ઇન્ટ્રોગેશન કર્યાં છે એના આધારે જ પુરવાર થાય છે કે કોઈ શંકાસ્પદ એવા હતા નહીં જે આ કેસને અવળા રસ્તે ચડાવી શકે અને એટલે જ સીબીઆઇનું કામ વધ્યું છે. જો કોઈ આરોપી માસ્ટરમાઇન્ડ નહોતા તો પછી પોલીસે આ કેસને સાવ અણઘડ રીતે કેમ હેન્ડલ કર્યો હતો.

(10:16 am IST)