Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

આવતીકાલે GST Councilની ૪૧મી બેઠક

સીન માલ પર સેસ વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા કરે તેવી સંભાવના છે

નવી દિલ્હી, તા.૨૬: જીએસટી કાઉન્સિલની બેઠક ગુરુવારે ૨૭ ઓગસ્ટ ૨૦૨૦ને સવારે ૧૧ વાગ્યે મળશે. GST વળતર અંગે ચર્ચા કરવામાં આવશે. જીએસટી વળતર અંગેનો વિવાદ રાજયો અને કેન્દ્રમાં ચાલી રહ્યો છે. રાજયોને GSTના અમલીકરણના પ્રથમ પાંચ વર્ષમાં ૧ જુલાઇ, ૨૦૧૭ થી વળતરની ખાતરી આપવામાં આવી છે. પરંતુ હાલની આવક વહેંચણીના ફોર્મ્યુલા હેઠળ કેન્દ્ર સરકાર રાજયોનો GST શેર કરવામાં સમર્થ નથી.

જુલાઇમાં જીએસટીની કુલ આવક ૮૭,૪૨૨ કરોડ રૂપિયા હતી. જયારે, જૂન ૨૦૨૦માં GSTની કુલ આવક ૯૦,૯૧૭ કરોડ રૂપિયા હતી. રાજયો ઞ્લ્વ્ કાઉન્સિલની બેઠકમાં નાશ પામેલા માલ એટલે કે સીન માલ પર સેસ વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા કરે તેવી સંભાવના છે. સીન માલ પર સેસ વધારવાનું સૂચન કરનારાઓમાં પંજાબ, છત્તીસગ, બિહાર, ગોવા, દિલ્હી જેવા રાજયોનો સમાવેશ થાય છે. જો આવું થાય, તો સિગરેટ, પાન મસાલા મોંઘા થઈ જશે.

હાલના GST રેટ સ્ટ્રકચર પ્રમાણે સિગરેટ, પાન મસાલા અને એરેટેડ ડ્રિંકસ સહિત કેટલાક સીન માલ ઉપર સેસ કરવામાં આવે છે. સિન ગુડ્સ ઉપરાંત કાર જેવા લકઝરી પ્રોડકટ્સ ઉપર પણ સેસ લાદવામાં આવ્યો છે. ગયા મહિને નાણાં મંત્રાલયે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના જીએસટી વળતર માટે ૧૩,૮૦૬ કરોડ રૂપિયાની છેલ્લો હપ્તા જાહેર કર્યો છે. રાજયોને વળતર ચૂકવવાના ફોર્મ્યુલા પર કામ કરવા માટે જીએસટી કાઉન્સિલની જુલાઈમાં ફરી બેઠક થવાની હતી. જોકે, આ બેઠક હજુ સુધી મળી નથી. જીએસટી એકટ ૨૦૧૭માં સુધારા અંગે ચર્ચા ચાલી રહી છે.

(10:17 am IST)