Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

૧૭ દિવસમાં ૨૭૩ મોત

કોરોનાનો જીવલેણ કોરડો આજે પણ વીંઝાયોઃરાજકોટમાં વધુ ૨૩ના મોત

સિવિલ હોસ્પિટલમાં ૨૦ અને ખાનગી હોસ્પિટલમાં ૦૩ દર્દીઓએ દમ તોડ્યો

રાજકોટ તા. ૨૫: કોરોનાએ જીવલેણ કોરડો વિંઝવાનું ચાલુ જ રાખ્યું છે. સતત મોત થઇ રહ્યા છે. પરમ દિવસે બાર દર્દીઓએ દમ તોડી દીધા બાદ ગઇકાલે વધુ ૧૭ દર્દીઓની જિંદગી ખતમ થઇ ગઇ હતી. ત્યાં આજે વધુ ૨૩ દર્દીઓના શ્વાસ થંભી ગયા છે. કોવિડની સારવાર લઇ રહેલા ૨૦ દર્દીઓના સિવિલ હોસ્પિટલમાં અને ૦૩ દર્દીઓના ખાનગી હોસ્પિટલમાં મોત થયા છે. તે સાથે ૧૭ દિવસનો મૃત્યુઆંક ૨૭૩ થઇ ગયો છે. રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળીયો બની રહ્યા છે. અગાઉ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તરફથી  પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યા પછી હવે સિવિલ હોસ્પિટલમાંથી મૃતકોના નામ જાહેર કરવાનું પણ બંધ થયું છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. લોકોએ જાતે જ સમજવું, સાવચેત રહેવું જરૂરી બન્યું છે.

(10:32 am IST)