Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સસ્તા થઇ શકે છે ટુ વ્હીલર્સ

જીએસટી દરો ઘટાડવા પર થઇ રહી છે વિચારણા

નવી દિલ્હી તા. ર૬ :.. આગામી દિવસોમાં ટુ-વ્હીલર્સ સસ્તા થઇ શકે છે. સરકાર તેના પર લાગતા વર્તમાન જીએસટીના સૌથી ઉંચા સ્લેબ ર૮ ટકાને ઘટાડવા અંગે વિચારી રહી છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઇકાલે કહયું કે ટુ વ્હીલર્સ ન તો લકઝરી છે, ના ગુનાહિત વસ્તુ, એટલે તેમાં રિવીઝન યોગ્ય છે.

સીઆઇઆઇએ સીતારમણનો હવાલો આપતા એક સ્ટેટમેન્ટ બહાર પાડયું જેમાં એમ કહેવાયું કે કોન્ફેડરેશન ઓફ ઇન્ડીયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) ની મીટીંગ દરમ્યાન ટુ વ્હીલર્સના જીએસટી દરો ઘટાડવાના સુચન પર વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા ઉદ્યોગને જવાબ આપતા નાણાંપ્રધાન સીતારમણે કહયું કે આ એક સારૂ સૂચન છે.

નિર્મલાએ ઉદ્યોગપતિઓને કહયું કે આ બાબત જીએસટી પરિષદમાં લેવાશે. જેમાં આ અંગે નિર્ણય લેવાશે. એક સરકારી સુત્રે જણાવ્યું કે આ અંગે કોઇપણ પ્રકારનો નિર્ણય જીએસટી પરિષદમાં જ લઇ શકાય. જો કે એક તરફ સવારે વાહનોમાં ગયા વર્ષની સરખામણીએ જૂલાઇ ર૦ર૦ માં ૪ ટકાનો ઘટાડો થયો છે. તો બીજી તરફ ટુ વ્હીલર્સમાં આ જ સમય ગાળામાં ગયા વર્ષની સરખામણીમાં ૧પ.ર૦ ટકાનો ઘટાડો થયો છે.

(11:07 am IST)