Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

આજે મહિલા સમાનતા દિવસ

ન્યાયક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન હાંસીલ કરનાર મીરા સાહિબ ફાતીમાની ઝળહળતી કારકીર્દી

ઉપરી અદાલતોમાં મહિલાઓની વરણી માટે કોઇક પણ જોગવાઇ હોવી જોઇએ અથવા અનામત લાગુ કરવી

દેશની પ્રથમ મહિલા ન્યાયાધીશ (સુપ્રિમકોર્ટ) ફાતીમા બીબી (મીરા સાહિબ ફાતિમા) ૧૯૮૯માં સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ બન્યા. તેમનો જન્મ ૩૦-૪-૧૯૨૭ના કેરળના પઠાનતિટઠામાં એક મુસ્લીમ પરીવારમાં થયેલ. સમાજમાં અનેક પ્રતિબંધો છતા પિતા અન્નાવિતીલે તેમના ભણતરમાં કોઇ કમી રહેવા દીધી નહિ.

ફાતીમાએ ત્રિવેન્દ્રમની લો કોલેજમાં પોતાનું ભણતર પુરૂ કર્યું તે સમયે કલાસમાં માત્ર ૫ છોકરીઓ હતી અને વકીલાતનો અભ્યાસ પુરો થતા સુધીમાં ૩ જ રહેલ. ૧૯૫૦માં ફાતિમા એ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની પરીક્ષામાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું: જે માન પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા બનેલ. કેરળની કોલ્લમ ખાતેની નીચેની કોર્ટમાં વકીલાત શરૂ કરી. જીલ્લા સેસન્સ જજ, ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ અને આવકવેરા વિભાગમાં કાનુની સભ્ય તરીકે ફરજ બજાવી. ૧૯૮૩માં જીવનનો સૌથી મોટી તક આવી. કેરળ હાઇકોર્ટના જજ બન્યા. ૧૯૮૯ સુધી આ પદ પર રહયા. તેમને સુપ્રિમ કોર્ટના જજ તરીકે નિયુકત કરાયા. ૧૯૮૯માં આ માન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા એટલુ જ નહિ એશીયામાં પ્રથમ મહિલા બન્યા. ૧૯૯૨માં સુપ્રિમ કોર્ટમાંથી રિટાયર થયા પછી પણ કામ બંધ કર્યું નહિ.

ફાતીમા બીબી રાષ્ટ્રીય માનવધિકાર પંચના સભ્ય બન્યા ૧૯૯૭માં તેમને તામિલનાડુના ગવર્નર બનાવ્યા.૨૦૦૦ સુધી આ પદ ઉપર રહયા.

એક ઇન્ટરવ્યુમાં ફાતિમાજીએ કહેલ કે સર્વોચ્ચ અદાલતોમાં ચોકકસ જોગવાઇઓ હોવી જોઇએ અથવા મહિલાઓ માટે અનામત હોવી જોઇએ, જેથી ન્યાયાલયોમાં મહિલાઓને સમાનતાનો અધિકાર મળે.જોઇએ

(11:35 am IST)