Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

આજે મહિલા સમાનતા દિવસ

મા બનીને અન્યોની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યુ

મધર ટેરેસાને ૧૯૬૨માં પદ્દમશ્રી, ૧૯૭૯માં નોબલ શાંતિ અને ૧૯૮૦માં ભારતરત્નથી સન્માનિત કરાયેલા

મધર ટેરેસાનું સાચુ નામ અગનેસ ગોંઝા બોયાજીજુ હતું. તેમના પિતા વ્યવસાયી અને ધાર્મિક પ્રવૃતિવાળા હતા. ૧૯૧૯માં તેમના પિતાના મૃત્યુ બાદ માતાએ  જ લાલન- પાલન કર્યું. ૧૨વર્ષની વયે ચર્ચની ધાર્મિકયાત્રા ઉપર ગયા. તેઓનું જીવન બદલાયુ અને માત્ર ૧૮ વર્ષની વયે નન બનવાનો નિર્ણય લીધો. ત્યારબાદ પોતાના બહેન અને ઘરને પણ કયારેય નિહાળ્યુ નથી. નન બન્યા બાદ તેમનું નામ 'સિસ્ટર મેરી ટેરેસા' રાખવામાં આવ્યું. ૧૯૨૯માં ભારત આવી મિશનરી સ્કૂલોમાં શિક્ષિકા તરીકે કામ કર્યું. ૧૯૩૭માં મધરની પદવી મળી. ૧૯૪૮માં અનાથ બાળકો માટે આશ્રમ બનાવ્યું. ૧૯૫૦માં 'મિશનરી ઓફ ચેરિટી' સંસ્થા બનાવવાની મંજૂરી મળી. આ સંસ્થામાં માત્ર ૧૨ લોકો હતા. જયારે આજે ૪ હજારથી વધુ નન વાળી સંસ્થામાં અનાથાલય, નર્સિંગહોમ, વૃધ્ધાશ્રમ ચાલી રહ્યું છે.

(11:35 am IST)