Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સીરમ સર્વેમાં થયો ખુલાસો

૫ થી ૧૭ વર્ષના બાળકોને કોરોનાનું જોખમ વધારે

બાળકો પોતાના ઘરના વૃદ્ઘો અને ઘરના સહાયકોથી સંક્રમિત થઈ શકે છે

નવી દિલ્હી,તા.૨૬: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પાંચથી ૧૭ વર્ષના વયના બાળકો અને કિશોરોને કોરોના વાયરસનું સંક્રમણ થવાની શકયતા વધારે છે. આ મહિને રાજધાનીમાં કરવામાં આવેલા સીરમ સર્વેમાં આ માહિતી સામે આવી છે. આ સર્વે દિલ્હીમાં બીજી વખત ૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ વચ્ચે કરવામાં આવ્યો હતો.

આ સર્વે અનુસાર રાષ્ટ્રીય રાજધાનીની ૨૯.૧ ટકા જનસંખ્યામાં સાર્સ-કોવ-૨ સામે એન્ટબોડી વિકસિત થઈ છે. સર્વેમાં ૧૫ હજાર લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાંથી અંદાજીત ૨૫ ટકા ૧૮ વર્ષથી ઓછી ઉંમર હતા જયારે ૫૦ ટકા ૧૮ થી ૫૦ વર્ષની વય વચ્ચેના હતા. બાકીના લોકો ૫૦ વર્ષ કરતા વધુ ઉંમરના હતા.

સર્વેના પરિણામ જણાવે છે કે ૫ થી ૧૭ વર્ષની ઉંમરમાં ૩૪.૭ ટકા સંક્રમણ મુદ્દે સંવેદનશીલ છે. જયારે ૫૦ વર્ષથી વધુ ઉંમરના ૩૧.૨ ટકા લોકો કોરોના વાયરસ સંક્રમણથી ઠીક થઈ ચૂકયા છે.

આ સર્વે મુજબ ૧૮થી ૫૦ વર્ષની ઉંમરના ૨૮.૫ ટકા લોકોમાં કોરોના સામેના એન્ટીબોડી વિકસીત થઈ ગયા છે. ભારતીય ચિકિત્સા અનુસંધાનના આંકડા મુજબ ૨૧ થી ૫૦ વર્ષના ૬૧.૩૧ ટકા લોકો ૨૧ ઓગસ્ટ સુધી કોરોના વાયરસથી સંક્રમિત મળ્યાં હતા. જાણકારોનું કહેવું છે કે બાળકો પોતાના દ્યરના વૃદ્ઘો અને દ્યરના સહાયકોથી સંક્રમિત થઈ શકે છે.

(11:40 am IST)