Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કોરોનાથી પાંચ મહિનામાં

વૈશ્વિક પર્યટનને ૩૨૦ અબજ ડોલરનું નુકસાન

સંયુકત રાષ્ટ્ર,તા.૨૬: કોરોના વાઇરસને કારણે વૈશ્વિક પર્યટન ઉદ્યોગ બરબાદ થઇ ગયો છે. વર્ષના પાંચ મહિનામાં વૈશ્વિક પર્યટનને ૩૨૦ અબજ ડોલરનું નુકસાન થયું છે અને ૧૨ કરોડ લોકોના રોજગાર સામે જોખમ ઊભું થયું છે, એમ યુએનના વડાએ મંગળવારે જણાવ્યું છે.

સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે વીડિયો એડ્રેસમાં જણાવ્યું હતું કે પર્યટન વૈશ્વિક અર્થતંત્રનું ત્રીજું સૌથી મોટું નિકાસ ક્ષેત્ર છે. ૨૦૧૯માં વૈશ્વિક વેપારમાં તેનો ૭ ટકા હિસ્સો હતો. તે દર દસમાંથી એક લોકોને રોજગાર આપે છે ને લાખો લોકોને આજીવિકા પ્રદાન કરે છે.

અર્થતંત્રને વેગ આપવા ઉપરાંત તે લોકોને કેટલીક સાંસ્કૃતિક અને કુદરતી સંપત્ત્િ।નો અનુભવ કરવાની તક આપે છે અને લોકોને એકબીજાની નજીક લાવે છે, પરંતુ ૨૦૨૦ના પ્રથમ પાંચ મહિનાના રોગચાળાને કારણે લોકોનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ અડધાથી પણ ઓછો થઇ ગયો અને આ ક્ષેત્રની કમાણી પણ ઘટી ગઇ, એમ ગુટેરેસે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સમૃદ્ઘ વિકિસત દેશો માટે આ મોટો આંચકો હતો.

પરંતુ વિકાસશીલ દેશો માટે આ એક મોટી કટોકટી છે, ખાસ કરીને નાના ટાપુના દેશો અને આફ્રિકન દેશો, જેમનું પર્યટન ક્ષેત્ર દેશના જીડીપીના ૨૦ ટકા કરતા વધુનું પ્રતિનિધિત્વ કરે છે.

પર્યટન ક્ષેત્ર ઉપરાંત વિશ્વભરમાં ૧૪૪ મિલિયન કામદારોને રોજગાર પૂરા પાડતા અને પર્યટન સાથે સંકળાયેલા ક્ષેત્રોની નોકરીઓ પણ જોખમમાં છે.

(11:40 am IST)