Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સપ્ટેમ્બરમાં સીનેમા થીયેટરો થઇ શકે છે ચાલુ

પ્રેક્ષકોને આકર્ષવા ટીકીટ સાથે અપાઇ શકે છે વિવિધ ઓફરો

મુંબઇ તા. ર૬ :.. કોવિડ મહામારીના કારણે ભારતભરના સીનેમા થિયેટરો માર્ચ મહિનાથી બંધ પડયા છે. અને તેમને સપ્ટેમ્બરમાં તે ચાલુ થાય તેવી આશા છે. તબકકા વાર અનલોકના ભાગરૂપે મોલ, સલૂન, જીમ, રેસ્ટોરન્ટ, બજારો સહિતના અન્ય ધંધાઓ ચાલુ થઇ ગયા છે. જયારે સીનેમા થીયેટરો હજુ પણ બંધ છે.સીનેમા થીયેટરોના માલિકો ખાસ કરીને મલ્ટી પ્લેક્ષના માલિકોને આશા છે કે અનલોક-૪ જે આવતા મહિને અમલમાં આવશે. તેમાં સીનેમા થીયેટરોને પણ છૂટ મળશે. મોટા ભાગના ઓપરેટરોએ ૧પ થી ૩૦ વચ્ચેનું ડીસ્કાઉન્ટ ગ્રાહકોને આપવા માટેની તૈયારીઓ કરી લીધી છે.

કાર્નિવલ સીનેમાના મેનેજીંગ ડીરેકટર પી. વી. સુનિલ કહે છે કે સીનેમા થીયેટરો બંધ થયાને લગભગ ૬ મહિના વિતી ગયા છે. માંગ અત્યારે બિલકુલ ઘટી ગઇ છે ત્યારે અમારા સહિત મોટા ભાગના ઓપરેટરોએ લોકોને આકર્ષવા માટે ડીસ્કાઉન્ટની સ્ક્રીમ  વિવિધ ઓફરો વિચારી રાખી છે જે લગભગ બે મહિના ચાલુ રખાશે.

તેમણે કહયું કે સુરક્ષા અને આરોગ્યના માપદંડોને સખ્તાઇ પૂર્વક જાળવવામાં આવશે જેથી લોકો નિશ્ચીતતાપૂર્વક થીયેટરોમાં આવી શકે. જેમાં સીટ વચ્ચેનું અંતર, કોન્ટેકટલેસ સર્વિસ અને એન્ટ્રીથી એકઝીટ દરમ્યાન આરોગ્ય વિષયક ચોકસાઇ ઉપર ભાર મુકવામાં આવશે.

(1:07 pm IST)