Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

આજે મહિલા સમાનતા દિવસ

ર૦૦૭માં પ્રતિભા પાટીલ દેશનાં પહેલા મહિલા રાષ્ટ્રપતિ બન્યા

મુંબઇ, તા. રપ :  મહારાષ્ટ્રના જલગાંગ જિલ્લાના નંદ ગામે ૧૯ ડિસેમ્બર ૧૯૩૪ નાં વકીલ અને રાજકીય નેતા નારાયણરાવ પાટીલના ઘરે જન્મેલા પ્રતિભા પાટીલે દરેક ક્ષેત્ર પોતાને શ્રેષ્ઠ સાબિત કર્યા છે.

શાળા કક્ષાએ ટેબલ ટેનીસના શ્રેષ્ઠ ખેલાડી રહ્યા બાદ કોલેજમાં કવીન બન્યાં રાજકીય વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ ડિગ્રી મેળવ્યા બાદ વકીલાતનો અભ્યાસ કર્યો હતો અને જલગાંવ જિલ્લા કોર્ટમાં વકીલ તરીકે જોડાયા પણ હતા.

ર૭ ની ઉંમરે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. જયારે અન્ના સારૂખ કલેકટરના આમંત્રણ પર ચૂંટણી લડી. ૧૯૬રમાં જલગાંવના અલ્હાબાદમાં કોંગ્રેસની ટિકિટ પર પહેલીવાર ધારાસભ્ય બન્યા પાટીલ સતત પાંચ ટર્મ મહારાષ્ટ્ર વિધાનસભાનાં સભ્ય રહ્યા છે. આ સમયે મહારાષ્ટ્ર સરકારમાંૈ રાજય મંત્રી અને કેબીનેટ મંત્રી પણ બન્યા હતા. ર૦૦૪ થી ર૦૦૭ સુધી રાજસ્થાનનાં રાજયપાલ રહ્યાં છે. પાટીલને રપ જુલાઇ ર૦૦૭માં ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાની ઉપલબ્ધી મેળવી હતી.

દેશનાં રાષ્ટ્રપતિ તરીકે પાટીલે લડાકુ વિમાન સુખોઇ-૩૦ અમકેઆઇએ ઉડાન ભરી વિશ્વનાં પહેલા મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતાં.

(1:08 pm IST)