Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ફકત પ્રથમ પત્નીને જ પતિની સંપત્તિ પર દાવો કરવાનો અધિકાર

બોમ્બે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો : પરંતુ સંપત્તિ બંને લગ્નથી થયેલા બાળકોને મળશે

મુંબઇઃ બોમ્બે હાઇકોર્ટે કહયું કે પતિની સંપતિ પર દાવો કરવાનો અધિકાર ફકત તેમની પ્રથમ પત્ની છે. કોર્ટે કહયું કે કાયદા મુજબ જો કોઇ વ્યકિતની બે પત્નીઓ છે અને બંને તેની સંપતિ પર દાવો કરે છે. તો ફકત પ્રથમ પત્નીનો તેના પર અધિકાર છે પરંતુ બંને લગ્નોથી થયેલા બાળકોને સંપતિ મળશે.

જસ્ટીસ એસ.જે.કથાવાલા અને જસ્ટીસ માધવ જમદારની પીઠે તે મૌખીક ટીપ્પણી કરી સુનાવણી દરમ્યાન મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું કે બોમ્બે હાઇકોર્ટની ઔરંગાબાદ પીઠે આ પ્રકારનો નિર્ણય અગાઉ આપ્યો હતો. ત્યાર બાદ પીઠે આ ચુકાદો બેન્ચે આપ્યો.

જસ્ટીસ કથાવાલા અને જસ્ટીસ જાનદારની પીઠે મહારાષ્ટ્ર રેલ્વે પોલીસ ફોર્સના સબ ઇન્સ્પેકટર સુરેશ હટાનકરની બીજી પત્નીની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી.

સુરેશની બીજી પત્નીની પુત્રી શ્રધ્ધાએ વળતરની રકમ પર દાવો ઠોકયો છે. શ્રધ્ધાએ હાઇકોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે. વળતરની રકમમાં તેમને ભાગીદારી મળવી જોઇએ. જેનાથી તે અને તેમની માં 'ભુખમરો'  તેમજ બેઘર થવાથી બચી શકે. સરકાર તરફથી રજુ થયેલા વકીલ જયોતી ચૌહાણે પીઠે કહયું કે જયાં સુધી કોર્ટ આ વાત પર નિર્ણય કરે છે કે વળતરનો હકદાર કોણ છે ત્યાં સુધી સરકાર વળતરની રકમ કોર્ટમાં જમા કરી દેશે.

(1:09 pm IST)