Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

છત્તીસગઢમાં ૭૦ કિ.મી.નો રોડ બનાવવા દાયકો પસાર : કામ અધુરૃં : CRPFની આખી બટાલીયન સુરક્ષામાં તૈનાત

પુનાની કંપનીએ ૪૮ કિ.મી.ના કામ બાદ હાથ ઊંચા કરતા ૨૦૧૮માં નવો કોન્ટ્રાકટ અપાયેલ : માઓવાદીઓના હુમલામાં ૨૪ જવાનો ૧૦ વર્ષમાં શહિદ થયા છે : ૩૬થી વધુ ઘાયલ

જગદલપુર તા. ૨૬ : છત્તીસગઢમાં બસ્તરના માઓવાદી પ્રભાવી વિસ્તારમાં ૭૦ કિ.મી. લાંબા એક રોડના નિર્માણને સુરક્ષા આપવા માટે સીઆરપીએફની આખી બટાલીયન તૈનાત કરવી પડી છે. ૧ હજાર જવાનોની તૈનાતી હોવા છતાં બીજાપુરના સુકમા જિલ્લાને જોડનાર બીજાપુર - જગરગુંડા રોડ એક દશકામાં માત્ર ૪૮ કિલોમીટર જ બની શકયો છે.

આ રસ્તાના કામ માટે સુરક્ષામાં તૈનાતી દરમિયાન માઓવાદીઓના હુમલામાં ૨૪થી વધુ જવાનો શહીદ થયો છે. ૩૬થી વધુ જખ્મી થયા છે. શહીદ જવાનોનું સ્મારક આવાપલ્લી માર્ગ ઉપર બનાવાયુ છે. અહીં શહીદોની તસવીર પણ મુકવામાં આવી છે.

લોક નિર્માણ વિભાગ વિજાપુરના અધિકારી વી.કે.ચૌહાણે જણાવેલ કે, ૨૦૧૦માં આ રસ્તાના નિર્માણને લઇને ૧૬૬.૫ કરોડની ગ્રાન્ટ મળેલ. આ પ્રોજેકટમાં ૭૦ કિ.મી. લાંબા રોડ સાથે ૯ નાના અને ૩ મધ્યમ કક્ષાના પુલોનું નિર્માણ પણ કરવાનું છે. જેમાંથી ૧૧ પુલ બની ચૂકયા છે. માઓવાદીઓએ કોન્ટ્રાકટરની સાથે સુરક્ષા દળોના જવાનોને પણ નિશાન બનાવ્યા છે.

 આ હુમલાઓને કારણે પુનાની કંપનીએ પોતાના હાથ ઉપર કરતા ૨૦૧૮માં નવું ટેન્ડર બહાર પાડવામાં આવેલ.

(1:11 pm IST)