Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

૨૪ કલાકમાં ૬૭૧૫૧ કેસ : ૧૦૫૯ લોકોના મોત

કુલ પોઝીટીવ કેસ ૩૨ લાખ ઉપર : મૃત્યુઆંક ૫૯૪૪૯

નવી દિલ્હી તા. ૨૬ : દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા ૨૪ કલાકમાં ૬૭,૧૫૧ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૫૯ લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ ૩૨,૩૪,૪૭૪ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે અને અત્યાર સુધી ૫૯,૪૪૯ લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને ૨૪,૬૭,૭૫૮ લોકો માત આપી ચૂકયા છે. જયારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા ૭,૦૭,૨૬૭ પહોંચી છે. રિકવરી રેટ વધીને ૭૬.૨૯ ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૮૩ ટકા થયો છે. સક્રિય કેસનો દર પણ ઘટીને ૨૨ ટકા થયો છે.દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. ICMRના આંકડા અનુસાર ૨૫ ઓગસ્ટે દેશમાં નવ લાખ લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. દેશમાં ૨૫ ઓગસ્ટ સુધી કુલ ૩૯૫ કરોડ લોકોનાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂકયા છે. પોઝિટિવિટી રેટ ૬.૫૮ ટકા થયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજયના કોરોનાના કેસ

* મહારાષ્ટ્રઃ ૧૦,૪૨૫

*આંધ્રપ્રદેશઃ ૯,૯૨૭

* કર્ણાટકઃ ૮,૧૬૧

* તમિલનાડુઃ ૫,૯૫૧

* ઉત્ત્।રપ્રદેશઃ ૫,૧૨૪

* પશ્યિમ બંગાળઃ ૨,૯૬૪

* ઓડિશાઃ ૨,૭૫૨

*તેલંગાણાઃ ૨,૫૭૯

* પુણેઃ ૨,૫૨૮

* કેરળઃ ૨,૩૭૫

* બેંગ્લોરઃ ૨,૨૯૪

* આસામઃ ૧,૯૭૩

* દિલ્હીઃ ૧,૫૪૪

* બિહારઃ ૧,૪૪૪

* મધ્યપ્રદેશઃ ૧,૩૭૯

* રાજસ્થાનઃ ૧,૩૭૦

* પંજાબઃ ૧,૨૯૩

* હરિયાણાઃ૧,૧૪૮

* છત્તિસગઢઃ ૧,૧૪૫

* ગુજરાતઃ ૧,૦૯૬

*ઝારખંડઃ ૧,૦૫૬

* થાણેઃ ૭૬૨

* જમ્મુ કાશ્મીરઃ ૭૦૧

* મુંબઇઃ ૫૮૭

*પુડ્ડુચેરીઃ ૫૭૧

* ઉત્ત્।રાખંડઃ ૪૮૫

* ગોવાઃ ૩૯૨

* ત્રિપુરાઃ ૩૨૯

* ચંડીગઢઃ૧૭૪

* અરુણાચલ પ્રદેશઃ ૧૦૦

* લદાખઃ ૯૦

* મણિપુરઃ ૮૨

* હિમાચલ પ્રદેશઃ ૫૩

(1:25 pm IST)