Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

યુવા વર્ગને સૌથી વધુ માર

લોકડાઉનની ઇફેકટ : રર% પગારદાર વર્ગ ઉપર માઠી અસર પડી : ચોંકાવતો અભ્યાસ

નવી દિલ્હી, તા. ર૬ : સીએમઆઇઇના એક સર્વેમાં જણાવ્યા અનુસાર, કોરોના મહામારી ફેલાતી રોકવા માટે લગાવાયેલ લોકડાઉનથી દેશમાં યુવાઓની રોજગારી પર બહુ ખરાબ અસર થઇ છે.

સીએમઆઇઇના એમ.ડી. અને સીઇઓ મહેશ વ્યાસે કહ્યું કે એપ્રિલથી જુન ર૦ર૦, ૧૧ મીલીયન નોકરીઓ ગઇ. તેમાં પણ ૪૦ વર્ષથી ઓછી વય ધરાવતા લોકોનો નોકરી ગુમાવવાનો દર ઘણો વધારે હતો. તેમણે કહ્યું કે લોકડાઉનના કારણે કામદારોનો એજ પ્રોફાઇલ પ્રમાણ વધુ વયના લોકો તરફ વધ્યો છે કેમ કે, આર્થિક મંદીના કારણે યુવાઓના નવા ઉદ્યોગો ખુલવાના ચાન્સ ઘટયા છે.

યુવાઓના નોકરી ગુમાવવા માટે અમુક કારણો હોવાનું તેમણે કહ્યું કે યુવાનોને ઓછો અનુભવ હોવાના કારણે તેમને પહેલા છૂટા કરાય છે. કંપનીઓ શરૂઆતના સમયમાં નવા મજૂરોને જ લે છે જે પછીથી અનુભવ મેળવીને તેમના માટે ઉપયોગી બને છે, પણ લોકડાઉનના કારણે તે શકય ન બન્યું. ઉપરાંત કંપનીઓ લોકડાઉન તથા આર્થિક મંદીના કારણે નવા વર્કરો લઇ ન શકી અને તેમને ટ્રેનિંગ પણ ન આપી શકતા આ નવા કામદારો તેના માટે ઉપયોગી સાબિત ન થઇ શકયા.

(1:13 pm IST)