Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ચાર્જશીટમાં થયો ખુલાસો

પુલવામા બાદ અહીં બીજા હુમલાની ફિરાકમાં હતા આતંકવાદી

પુલવામાં પછી બીજા હુમલાની હતી તૈયારી મસૂદ અઝહરે બનાવ્યો હતો ના'પાક' પ્લાન બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પડતો મૂકયો પ્લાન

નવી દિલ્હી, તા.૨૬: પુલવામા અટેક બાદ પોણા ૨ વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટમાં એનઆઈએએ પુલવામા હુમલાની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં જૈશ-એ- મહોમ્મદને લઈને તથા હુમલાન લઈને અનેક ખુલાસા કરવામાં આવ્યા છે. આ ચાર્જશીટમાં એક દ્યટસ્ફોટ કરાયો છે. જેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પુલવામામાં હુમલો કરાવનાર મસૂદ વધુ એક હુમલો કરાવવાનો હતો જો કે ભારતીય સેનાની બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ તે ડરી ગયો હતો. આ સિવાય જાણો કયા કયા ખુલાસા થયા છે આ ચાર્જ શીટમાં...

ફત્ખ્ના ચાર્જશીટમાં મહત્વનો ખુલાસો થયો છે. પુલવામાં હુમલા બાદ મસૂદ અઝહરની યોજના વધુ એક હુમલો કરવાની હતી.  ભારતીય સેનાની બાલાકોટમાં એરસ્ટ્રાઈક બાદ મસૂદ અઝહર ડરી ગયો હતો.  બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ડરેલા મસૂદ અઝહરે બીજા હુમલાનો પ્લાન પડતો મૂકયો હતો.

મસૂદ અઝહરનો ભત્રીજો બીજા હુમલાની ફિરાકમાં હતો. બીજા હુમલા માટે એક કારની પણ વ્યવસ્થા કરી લેવાઈ હતી. પુલવામાં હુમલાના દોઢ મહિના પછી થયેલા એન્કાઉન્ટરમાં મસૂદ અઝહરનો ભત્રીજો ઠાર મરાયો હતો.

ફત્ખ્ દ્વારા  સ્પેશિયલ કોર્ટમાં ૧૩ હજાર ૫૦૦ પાનાની ચાર્જશીટ ફાઈલ કરાઈ છે.  ફત્ખ્ના ચાર્જશીટમાં મસૂદ અઝહર સહિત ૨૦ આરોપીઓના નામ છે. આ ચાર્જશીટમાં જૈશનો આતંકી મસૂદ અઝહર અને તેના ભાઈ અબ્દુલ રઈસનું નામ સામેલ છે. આ સાથે જ જૈશના કેટલાક કમાન્ડરના નામ પણ ચાર્જશીટમાં સામેલ છે.

આ કેસમાં અત્યાર સુધી ૭ લોકોની ધરપકડ થઈ છે. ફત્ખ્દ્ગક ટીમની તપાસમાં જોવા મળ્યું છે કે હુમલામાં વપારેલા ૨૦ કિલો આરડીએકસને પાકિસ્તાનથી લવાયો હતો.

મળતી માહિતી મુજબ આરડીએકસ સહિતના અન્ય વિસ્ફોટકને આતંકવાદી પીઠ પર લાદીને પાકિસ્તાનથી લાવ્યા હતા. આરોપી ઈકવાબ રાદરે આને હુમલા પહેલા ઉમર ફારુક નામના એક આંતકીન રાતના અંધેરામાં સીમા પાર કરાવીને દ્યાટીમાં લાવવામાં આવ્યો હતો. ફત્ખ્દ્ગચ આના વીડિયો પુરાવા પણ મળ્યા છે. જેમાં અમાસની રાતે દ્યૂસણખોરીની રણનીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વીડિયો ઉમર ફારુકના ફોનમાંથી મળ્યો છે.

સૂત્રોના જણાવ્યાનુંસાર ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીએ હુમલામાં ઉપયોગ કરાયેલા અમોનિયમ નાઈટ્રેટ અને નાઈટ્રો ગ્લિસ્ર્ીન જેવા પદાર્થો સ્થાનીક સ્તરે એકઠા કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આતંકિયોએ જમ્મુ કાશ્મીરમાં આ વિસ્ફોટો માટે ઓનલાઈન ખરીદી પણ કરી હતી.

 ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ સીઆરફીએફના જવાનો પર પાકિસ્તાનના ઈશારે પુલવામામાં હુમલો થયો હતો. જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આ હુમલાને અંજામ દેનારો આદિલ અહમદ ડાર, આઈઈડી બનાવનાર કામરાન, સરહદ પારથી આવેલો ઉમર ફારુક એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. અ કેસમાં અત્યાર સુધીમાં ૭ લોકોની ધરપકડ કરાઈ છે.

(1:16 pm IST)