Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

અમેરિકાના ટેકસાસ અને લુસીયાનામાં આજે અથવા કાલે હરીકેન લૌરા ત્રાટકશે : ૫ લાખ લોકોને ઘર છોડવા આદેશ

આ વર્ષે ત્રાટકનારૂ ચોથુ ચક્રાવતી તોફાન : દરીયાઇ વિસ્તારોમાં ભારે તારાજીની શકયતા

હ્યુસ્ટન,તા. ૨૬: અમેરિકાના ટેકસાસ, લુસીયાના પ્રાંતમાં વાવાઝોડા લૌરાના કારણે પાંચ લાખ લોકો પ્રભાવીત બન્યા છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગે લોકોને સુરક્ષિત જગ્યાએ જવા આદેશ અપાયો છે.

વાવાઝોડા લૌરા આ વર્ષમાં એમરિકામાં ત્રાટકનાર ચોથુ વાવાઝોડુ છેે. મેકસીકોની ખાડીમાંથી ઉદ્ભવેલ લૌરા ટેકસાસના દક્ષિણ -પશ્ચિમી લુસીયાના દરિયાઇ વિસ્તારમાં આજે મોડી સાંજે અથવા કાલે ગુરૂવારે ટકરાવાની સંભાવના છે.

ટેકસાસમાંથી લગભગ ૩ .૮૫ લાખ અને લુસીયાનામાંથી ૨ લાખ લોકોને ઘર છોડવા જણાવાયું છે. ટેકસાસના ગર્વનર ગ્રેગ અબોટે રાજ્ય આપદા જાહેર કરી છે. જ્યારે લુસીયાનાના ગર્વનર જોનબેલ એડવર્ડે સ્ટેટ ઇમરજન્સી જાહેર કરવાની સાથે ટ્રમ્પ પાસે નેશનલ લેવલની ફેડરલ મદદ માંગતા રાષ્ટ્રપતિએ મંજુર કરેલ.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ભયાનક હરીકેન લૌરા દરીયાકાંઠે ભયાનક પવનની ગતિ સાથે ટકરાશે. અને જોરદાર વરસાદની પણ શકયતા છે. લૌરા લેવલ ૩ના હરીકેન બનશે. નેશનલ હરીકેન સેન્ટરે તારાજીની ચેતવણી આપી છે.

હરીકેન લૌરાના પગલે સ્કૂલોએ આખા અઠવાડીયાની રજા જાહેર કરી છે. જ્યારે ઓફીસો પણ બુધવારથી શુક્રવાર સુધી બંધ રહેશે.

(1:16 pm IST)