Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સંસદ ભવન પાસેથી શંકાસ્પદ વ્યકિતની ધરપકડ

શંકાસ્પદ ગતિવિધિઓના કારણે પૂછપરછ શરૂ : કોડવર્ડ લખેલી ચીઠ્ઠી મળી

નવી દિલ્હી તા. ૨૬ : CRPFએ આજે દેશની રાજધાની દિલ્હીના વિજય ચોક પાસેથી એક શંકાસ્પદ વ્યકિતને પકડી પાડ્યો છે. ફિરદૌસ નામનો આ યુવક સંસદ ભવન પાસે ઘૂમી રહ્યો હતો. સંદિગ્ધ ગતિવિધિઓના પગલે ત્યાં હાજર રહેલા CRPFના જવાનોએ તેને પકડી લીધો. પૂછપરછ કરતા યુવકે પોતાના અંગે અલગ અલગ જાણકારીઓ આપી. ત્યારબાદ આ યુવકને સંસદભવન પોલીસ મથકે લઈ જવાયો. જયાં તેની નવેસરથી પૂછપરછ થઈ રહી છે. અન્ય એજન્સીઓને પણ આ અંગે જાણકારી અપાઈ છે.ઙ્ગ

ફિરદૌસની પાસેથી એક પેપર પણ મળી આવ્યું છે, જેમાં એક કોડવર્ડ પણ છે. આ બાજુ તેની પાસેથી ૨ ઓળખ પત્ર, આધાર કાર્ડ અને એક ડ્રાઈવિંગ લાઈસન્સ પણ મળી આવ્યું છે. બંને દસ્તાવેજોમાં તેનું નામ અલગ અલગ છે. ડ્રાઈવિંગ લાઈસન્સમાં તેનું નામ ફિરદૌસ છે જયારે આધારકાર્ડમાં તેનું નામ મંજૂર અહેમદ અહંગેર છે. જે રથસૂન બીરવાહ, બડગામનો રહીશ છે. તેની પાસેથી એક બેગ પણ મળી આવી છે. CRPF સાથેની વાતચીતમાં તે અનેકવાર પોતાની વાતચીત પરથી પલટી ગયો અને ત્યારબાદ તરત પોલીસ અને અન્ય એજન્સીઓને તેની જાણ કરાઈ.ઙ્ગ પહેલા તેણે જણાવ્યું કે ૨૦૧૬માં તે ફરવા માટે દિલ્હી આવી ચૂકયો છે. ત્યારબાદ બોલ્યો કે તે લોકડાઉન દરમિયાન દિલ્હી આવ્યો હતો અને ત્યારથી અહીં જ છે. તેણે કયારેક જામિયા, કયારેક નિઝામુદ્દીન તો કયારે જામા મસ્જિદમાં રહેવાની જાણકારી આપી.

(4:07 pm IST)