Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

દેશમાં ગયા વર્ષે ૩ લાખ નકલી નોટ જપ્ત કરાઇ

સૌથી વધુ ર૦૦ રૂપિયાની બનાવટી નોટઃ આરબીઆઇના રીપોર્ટમાં ખુલાસોઃ કોરોનાના કારણે અર્થવ્યવસ્થાની કેડ ભાંગી

મુંબઇ તા. ર૬: બનાવટી નાણાની મારની ઘરેલુ અર્થવ્યવસ્થાને ઉગારવા માટે નવા કરન્સી નોટોની છાપણી જરૂર થઇ રહી છે. પરંતુ આ સમસ્યાથી છુટકારો મળી રહ્યો નથી. નાણાંકીય વર્ષ ર૦૧૯-ર૦ દરમ્યાન દેશમાં ત્રણ લાખ નકલી નોટ જપ્ત કરવામાં આવી તેમાં ર૦૦ રૂપિયા બનાવટી ગેટની સંખ્યા સૌથી વધું છે. ૧૦ રૂપિયાની બનાવટી નોટ ૧૪૪ ટકા છે પ૦ રૂપિયાની નકલી નોટની સંખ્યા ર૮.૭ ટકા અને મહાત્મા ગાંધી શ્રેણીના પ૦૦ રૂપિયાની ૩૭.પ ટકા બનાવટી નોટ છે. કોરોનાની મારથી કથળેલી અર્થ વ્યવસ્થા વચ્ચે આ ચિંતાજનક ખુલાસોફ ભારતીય રિઝર્વ બેંકની વર્ષનો રીપોર્ટ (જુલાઇ ર૦૧૯-જુન ર૦ર૦) માં કરવામાં આવ્યો છે ખુદ રીઝર્વ બેંકે ૪.૬ ટકા અને અન્ય બેંકોએ ૯પ ટકાથી વધુ નકલી નોટ પકડી છે. કેન્દ્રીય બેંકના આંકડાના જણાવ્યા મુજબ ગયા વર્ષે ચલણમાં બેંક નોટનો પુરવઠો ર૩.૩ ટકા ઘટયો છે. તેનું કારણ લોકડાઉન છે. ચલણમાં જયાં ર૦૦૦ના નોટની સંખ્યા ઓછી થઇ રહી છે બીજી બાજુ પ૦૦ રૂપિયા અને ર૦૦ રૂપિયાની નોટમાં વધારો થઇ રહ્યો છે.

(3:37 pm IST)