Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

આતંક અને દહેશતનો પર્યાય છે...''જૈશ-એ-મુહમ્મદ''

કાશ્મીરમાં ફીદાયીન અને માનવ બોમ્બ હુમલાને જૈશ દ્વારા અંજામ આપવાનું શરૂ કરાયું હતું

જમ્મુ તા. ર૬: જૈશ-એ-મુહમ્મદ એટલે 'ખુદાની સેના'!! જયારે નામ જ ખુદાની સેના છે ત્યારે કામ પણ એવુંજ હોય ને?... પણ, ના...જૈશ ખુદાની ઇબાદત માટે જેહાદને રસ્તો માને છે અને આત્મઘાતી હુમલાને સેવા માને છે!!

ઇસ્લામ ભલે આત્મહત્યાની પરવાનગી ન આપનો હોય પરંતુ જેહાદ અને ધર્મની રક્ષા માટે કથીત રીતે કુરબાની આપવાના તર્કને આગળ ધરી જૈશ-એ-મુહમ્મદનો આત્મઘાતી હુમલાઓ અને માનવ બોમ્બનો નવો ઇતિહાસ સર્વત્ર ચર્ચામાં છે.

પુલવામાં હુમલો, ઉરીમાં સૈન્ય કેમ્પ અને પઠાણકોટ એરબેઝ ઉપર હુમલા કરવા વાળા અને આ પહેલાં ભારતના અતિ સુરક્ષીત સંસદ ભવનની સુરક્ષા વ્યવસ્થા તોડી હુમલો કરવાની ઘટનાને અંજામ આપી દેશને હલબલાવી નાખવાની ચેષ્ઠાની વિશ્વભરમાં ચર્ચા ચાલી છે આ સંગઠને પોતાની રચનાના બે વર્ષમાં જ એટલી આતંકી વારદાનને અંજાર આપ્યો કે દુનિયા ચોંકી ગઇ.

અલ-કાયદા દ્વારા પ્રશિક્ષિત અને ઓસામા બીન લાદેનના પગલે-પગલે ચાલવા વાળા જૈશના સ્થાપક એવા આતંકવાદી નેતા મૌલાના મસુદ અઝહર માટે છાતી ફુલાવવાની ક્ષણ ત્યારે આવી જયારે ભારત સરકારે ૧પ૪ વિમાની યાત્રીઓને છોડવાના બદલામાં પોતાને જમ્મુ જેલમાંથી છોડવા ભારત સરકારને મજબુર કરી દીધી. તત્કાલીન સરકારે મસુદ અઝહરને છોડવાના પરિણામો પણ ન વિચાર્યા.

મસુદને છોડાયા પછી ૩ મહિના શાંત રહેલા જૈશ-એ-મુહમ્મદે ૧૯ એપ્રિલ ર૦૦૦ના વિશ્વને ચોંકાવી દીધું કાશ્મીરની ધરતીને ધણધણાવી દીધી. પહેલો માનવ બોમ્બ હુમલો બાદામ બાગ સ્થિત સેનાની ૧પમી કૌંરના મુખ્ય મથક ઉપર કર્યો હતો. આ હુમલો કોઇ કટ્ટર જેહાદીએ નહીં પરંતુ ૧રમાં ધોરણમાં ભણી રહેલા ૧૭ વર્ષી કેંસર પીડીત અને માનસીક તનાવમાં રહેલા અફાક અહમદ શાહ દ્વારા અંજામ અપાયો હતો. આ પછી ફીદાયીન હુમલાની પરંપરા ચાલુ રહી. તેમણે ઇસ્લામની આત્મહત્યાને નિષેધ કરતી હિદાયતોને પણ પાછળ છોડી દીધી હતી.

તેઓ કહેવા લાગ્યા કે, ''જેહાદ તથા ધર્મની રક્ષા માટે ''કુર્બાની'' આપી શકાય.

આવી કુર્બાનીનો એક નવો ચહેરો ઓકટોબર ર૦૦૧ના સામે આવ્યો કાશ્મીર વિધાનસભા ભવન ઉપરનો આત્મઘાતી હુમલો ૪૭ માસુમોના જીવ લઇ ગયો. આ ધડાકાની ગુંજ હજુ શમી ન હતી ત્યાં ૧૩ ડીસેમ્બરે વધુ એક ફીદાયીન હુમલો ભારતીય સંસદ ભવન ઉપર કરવામાં આવ્યો. જેમાં કેટલાક સુરક્ષા કર્મી.ઓ માર્યા ગયા.

કાશ્મીરમાં કારગીલ યુદ્ધ પછી આત્મઘાતી હુમલાની હારમાળા જૈશ-એ-મુહમ્મદે શરૂ કરી. ર૦ વર્ષોમાં દોઢ હજાર જેટલા આત્મઘાતી હુમલા પૈકી અડધાથી વધુ જૈશ દ્વારા કરાયા હતાં. જેમાંથી પરમાં માનવ બોમ્બે ભાગ લીધો હતો.

(3:40 pm IST)