Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

આઈપીએલના મેચો નિહાળવા જીઓ દ્વારા ક્રિકેટ ધનાધન ઓફર

રૂ.૨૫૯૯ના વાર્ષિક પ્લાનમાં અનલીમીટેડ વોઈસ કોલ, દરરોજ ટુ જીબીની ડેટા : રૂ.૪૯૯ અને રૂ.૭૭૭ના પેકમાં ક્રિકેટની સાથોસાથ ડિઝની અને હોટસ્ટાર પણ નિહાળી શકાશેઃ આ સિવાય અન્ય પેક પણ ઉપલબ્ધ

મુંબઈઃ ભારતમાં ધર્મ તરીકે પૂજવામાં આવતી ક્રિકેટની રમતનો રોમાંચ માણ્યાને છ મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. ટીવી અને મોબાઇલ પર સૌથી વધુ જોવામાં આવતી ક્રિકેટ ઇવેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ધમધમાટ સપ્ટેમ્બર ૨૦૨૦ના મધ્યભાગ પછી શરૂ થઈ જશે. જિયોએ તેના પ્રી-પેઇડ યુઝર્સ માટે આઇપીએલનો રોમાંચ માણવા માટે બે ખાસ પેક રજૂ કર્યા છે, રૂ. ૪૯૯ અને રૂ.૭૭૭ના આ ખાસ પેક દ્વારા માત્ર લાઇવ ક્રિકેટ જ નહીં, પરંતુ ડિઝનીૅહોટસ્ટાર પણ વધારાના ખર્ચ વગર માણી શકાશે.

આ સિઝનમાં આઇપીએલની તમામ મેચ યુએઈમાં રમાવાની છે અને એ પણ પ્રેક્ષકોની હાજરી વગર, એટલે મેચનો રોમાંચ માણવો હશે તો માત્ર બે જ વિકલ્પ છે, એક તો ટીવી ઉપર અથવા તો બીજો રસ્તો મોબાઇલ પર લાઇવ મેચ જોવાનો છે. 'ક્રિકેટ ધન ધના ધન' ઓફર હેઠળ 'જિયો ધન ધના ધન' દ્વારા જિયોના પ્રી-પેઇડ યુઝર્સને રૂ.૩૯૯ની કિંમતનું ડિઝનીૅહોટસ્ટાર એક વર્ષનું સબસ્ક્રિપ્શન મળશે જેમાં તેના તમામ પ્લાન હેઠળ અનલિમિટેડ ક્રિકેટિંગ કવરેજ માણવા મળશે.

રૂ.૪૯૯નું નવું પેક ખાસ ક્રિકેટના ફેન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં ૫૬ દિવસ માટે દરરોજ ૧.૫ જીબી ડેટા મળશે. રૂ.૭૭૭નું બીજું પેક ત્રિમાસિક આયોજન મુજબ ડિઝાઇન કરાયું છે. આ પેકમાં ૮૪ દિવસ માટે દરરોજ ૧.૫ જીબી ડેટા અને વધારાનો પાંચ જીબી ડેટા પણ મળશે. એ સાથે જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ અને જિયોથી નોન-જિયો વોઇસ કોલિંગ માટે ૩૦૦૦ મિનિટ પણ મળશે.

આ બે ખાસ પેક ઉપરાંત પ્રવર્તમાન રૂ.૪૦૧ના માસિક પ્લાન અને રૂ.૨૫૯૯નો વાર્ષિક પ્લાન પણ ઉપલબ્ધ છે. રૂ.૪૦૧ના પ્લાનમાં જિયો યુઝર દરરોજનો ત્રણ જીબી ડેટા ૨૮ દિવસની વેલિડિટી માટે મેળવે છે, જેમાં છ જીબી વધારાનો ડેટા ઉપરાંત જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે જયારે જિયોથી નોન-જિયો વોઇસ કોલિંગ માટે ૧૦૦૦ મિનિટ મેળવે છે.

રૂ.૨૫૯૯ના વાર્ષિક પ્લાન અંતર્ગત ૩૬૫ દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં દરરોજ ૨ જીબી ડેટા અને વધારાનો ૧૦ જીબી ડેટા પણ મળે છે. આ પ્લાનમાં પણ જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે અને જિયોથી નોન-જિયો વોઇસ કોલિંગ માટે ૧૨,૦૦૦ મિનિટ મળે છે.

લાઇવ ક્રિકેટ મેચ જોવા માટે જિયો એડ-ઓન પેક પણ ઓફર કરે છે. આઇપીએલની મેચો લાઇવ જોવા માટે પ્રવર્તમાન જિયો પ્રી-પેઇડ યુઝર્સ રૂ.૬૧૨નું એડ-ઓન પેક પણ લઈ શકે છે. તમારો પ્રવર્તમાન પ્લાન પૂરો ન થાય ત્યાં સુધી આ પેક ૬ જીબીના ૧૨ વાઉચર્સ ઓફર કરે છે. આ પેક પણ જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ અને જિયોથી નોન-જિયો વોઇસ કોલિંગ માટે ૫૦૦ મિનિટ ઓફર કરે છે.

આ ઉપરાંત અન્ય ત્રણ એડ-ઓન ડેટા પેક પણ ઉપલબ્ધ છે - રૂ.૧૦૦૪નું પેક ૧૨૦ દિવસ માટે ૨૦૦ જીબી ડેટા ઓફર કરે છે જયારે રૂ.૧૨૦૬નું પેક ૧૮૦ દિવસ માટે ૨૪૦ જીબી ડેટા ઓફર કરે છે અને રૂ.૧૨૦૮નું પેક ૨૪૦ દિવસ માટે ૨૪૦ જીબી ડેટા ઓફર કરે છે.

(3:41 pm IST)