Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ડ્રેસ મટીરીયલ અને સાડીઓ માટે વપરાતા દોરાની અછતને લીધે વધી શકે છે ભાવ

દોરાની કિંમત વધારી શકે છે સાડીઓની કિંમત

રાજકોટ,તા. ૨૬: કોરોના લોકડાઉન સમય પછી સૂરત શહેરની સૂરત થોડી બદલી શકે છે. ટેકસ્ટાઇલ ઉદ્યોગોની મંદી અનેક લોકોની રોજગારીને અસર કરી શકે છે. ઙ્ગલોકડાઉન પછી ઉત્પાદનની કિંમત વધી જતા માલની વેચાણ કિંમત પણ વધી છે. સામાન્ય માણસ માટે વધેલી કિંમત અસર કરી શકે છે. સાડી અને ડ્રેસ મટિરિયલ્સની ફેકટરી ધરાવતા ટેકસ્ટાઇલ ઉદ્યોગોને હાલ કાચામાલની અછતને લીધે ભાવમાં વધારો કરવો પડ્યો છે.

હાલની પરિસ્થિતિમાં ૫ થી ૧૫્રુ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ટેકસ્ટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને અનલોકડાઉન સમયમાં કેટલીક મુશ્કેલીઓની સામે લડવું પડે છે. ઉધોગો માટે સૌથી મહત્વના તેના શ્રમિકો છે તેવામાં શ્રમિકોની અછત પણ ઉદ્યોગો ઉપર માંથી અસર કરે છે અત્યારે બિહારથી આવતી ટ્રેનોમાં લોકોની આવ જા ઓછી જોવા મળે છે જેના લીધે ઉદ્યોગોમાં શ્રમિકોની અછત વર્તાઈ રહી છે.

. કાચા માલ મોંઘો :-

અનલોક ૨.૦ પછી ટેકસ્ટાઇલ ઉદ્યોગોમાં દોરાની કિંમત ૧૦ રૂપિયા જેટલી વધી છે જેના લીધે વિવિંગ ઉદ્યોગમાં અઢી રૂપિયા સુધી માલ મોંઘો થયો છે. ૬ મીટરની સાડી માટે કાચા માલ ઉપર અસર પડતા તેની કિંમતમાં ૧૫ રૂપિયા જેટલો વધારો થઇ શકે છે. આ ઉપરાંત અન્ય ખર્ચો માંડીને ૨૦ થી ૨૫ રૂપિયા વધુ મોંઘી થઇ શકે છે.

. ઓપરેટીંગ ખર્ચ વધ્યો :-

ઉદ્યોગ તો શરૂ થયા છે પરંતુ ઓપરેટિંગ ખરચ વધી જવાથી પડતર કિંમતમાં સીધી અસર થઇ છે જુદા જુદા સ્તર ઉપર કામની જુદી જુદી અસર થઇ છે. ૧૫ થી ૨૫% સુધી પડતર મોંઘી થઇ છે. આ સ્થિતિ સામાન્ય થવા માટે હજુ ઘણો સમય થશે તેવું લાગી રહ્યું છે.  — સંજય સરાવગી લક્ષ્મીપતિ સાડી, સૂરત

(3:41 pm IST)