Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

મેઘરાજાની મહેર કિસાનોને કરી શકે છે માલામાલ

વર્ષમાં સારા વરસાદને લીધે કિસાનોને પાકની ઉપજમાં થયો વધારો : બહોળા પ્રમાણમાં પાકનું ઉત્પાદન થવાથી ઘટી શકે છે ભાવ : સરકારી ખરીદી, વધુ પડતા ઉત્પાદન અને ગયા વર્ષની તુલનામાં વધુ લાભ મળવાથી આ વર્ષે ઘટાડો જોવા મળશે.

રાજકોટ,તા. ૨૬: ખેડૂતોને આ વર્ષે ખરીફ પાકોમાં ૫ થી ૬ % વધુ ઉત્પાદન થવાની શકયતા જોવાઈ રહી છે. તાજેતરમાં જ થયેલા એક રિસર્ચના આધારે રિપોર્ટ રજુ કરવામાં આવ્યો છે જેમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે ખેડૂતોને આ વર્ષે ઉત્પાદન વધુ આવશે. સારા વરસાદના લીધે વર્ષ સારું જવાને લીધે ઙ્ગઆ વર્ષે ખેડૂતોને સારો એવો નફો થઇ શકે છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૧ ઓગસ્ટ સુધીમાં લાંબા વરસાદને લીધે ૭% જેટલો સારો વરસાદ થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ખરીફ પાકના વાવેતરમાં ૨ થી ૩%નો વધારો થયો છે સાથે ૧૦.૯ કરોડ હેકટર સુધી વાવેતર પહોંચ્યું છે. ઉત્પાદકતાના અંદાજની વાત કરીએ તો રિપોર્ટ મુજબ એવું કહેવામાં આવ્યુ છે કે ઉત્પાદકતામાં ૨ થી ૩્રુનો વધારો જોવા મળી ઙ્ગશકે છે, ક્રિસીલ રિસર્ચ માં કહેવામાં આવ્યું છે કે સારા વરસાદને લીધે પૂર્વી અને દક્ષિણના રાજયોમાં રિવર્સ માઈગ્રેશનને કારણે અનાજની ઉપજ વધુ થશે.

આ રાજયોમાં થઇ શકે છે વધુ ઉત્પાદન

આ વર્ષે ખરીફ પાકના સત્રમાં નીચેના બેસને કારણે પાકને લાભ મળી શકે છે. સૌથી વધુ પાકનું ઉત્પાદન પૂર્વી રાજયોમાં થવાનું હોવાનું મનાય છે. દક્ષિણી અને પશ્યિમી રાજયોમાં કોટન, અને મકાઈની ઉપજમાં નુકશાની થવાની શકયતા જોવાઈ રહી છે. એવામાં વધારે સારી ઉપજ માટે મિકસ અને વધુ સરકારી ખરીદને કારણે ઉત્ત્।રી રાજયોમાં સૌથી વધુ લાભ થવાની શકયતા છે.

અનાજની કિંમતમાં થઇ શકે છે વધારો

હાલમાં ૩% જેટલી વધુ ઉત્પાદકતા જોવા મળી છે આથી તેની કિંમત અને લાભનો વધારો ખેડૂતોને ઙ્ગમળશે તેવી આશા રાખવામાં આવી છે. સાથે સાથે સરકારી કિંમતોમાં વધારાને લીધે શેરડીના પાકમાં વધુ નફાકારકતા મળી શકે તેમ છે. બાગાયતી પાક માટે અને સફરજનના ઉત્પાદન માટે વધુ નફાકારકતાની આશા રાખવામાં આવી રહી છે.

આ રાજયોમાં આ પાકને થઇ શકે છે વધુ ફાયદો

આ વર્ષે ખરીફ સત્રમાં નીચેના સ્તરને કારણે પાકને વધુ ફાયદો થશે. સૌથી વધુ ફાયદો પૂર્વી રાજયોમાં થશે, દક્ષિણી રાજયોમાં અને પશ્ચિમી રાજયોમાં કોટન અને મકાઈની કિંમતમાં ઘટાડો થતા નુકશાની થશે તેવી શંકા છે. 

(3:42 pm IST)