Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગૌ આધારિત વસ્તુઓના વેચાણને પ્રોત્સાહન, નિઃસહાય ગાયો માટે ગૌશાળા બનાવાશે

કેન્દ્રીય પશુપાલન મંત્રી સાથે કામધેનુ આયોગના વડા કથીરીયાની મુલાકાત

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા એ કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ સાથે મુલાકાત કરેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ,તા.૨૬ : રાષ્ટ્રીય કામધેનુ  આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાએ પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન વિભાગના સચીવ ડો. અતુલ ચર્તુવેદી, સહસચીવ તથા રાષ્ટ્રીય કામધેનુ આયોગના સભ્ય સચીવ ડો ઓ.પી. ચૌધરી સાથે પશુપાલન, ડેરી અને મત્સયપાલન વિભાગના કેબીનેટ મંત્રી ગીરીરાજસિંહ સાથે દિલ્હીમાં સત્તાવાર મુલાકાત કરી હતી. આ મીટીંગમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગની વિવિધ પ્રવૃતિઓ અને આગામી કાર્યક્રમોની વિસતૃત ચર્ચા કરવામાં આવી.

કામધેનુ આયોગ દ્વારા હાલમાં ચલાવવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી 'ગોમય ગણેશ અભિયાન'ની પ્રચંડ સફળતા તેમજ અન્ય આનુષાંગીક ગતિવિધીઓ તથા આ અભિયાન થકી ગૌસેવા- ગૌઆધારિત ઉદ્યોગના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલી દેશના વિવિધ વિભાગોની સંસ્થાઓ સાથેના જોડાણ સંદર્ભમાં વિસ્તૃત ચર્ચાઓ કરાઇ. 'ગોમય ગણેશ અભિયાન'ની પ્રચંડ, ગરીમામય સફળતાથી પ્રેરાઇને આગામી દિવસોમાં દેશીકુળના ગાયોના ગોબરમાંથી નિર્મિત ગોમય મૃતિઓ (દેવી-દેવતાઓ જેમ કે લક્ષ્મી, શારદા, દુર્ગા, શ્રિ કૃષ્ણ, શ્રી રામ, મહાવીર, બુધ્ધ વિગેરે), કિચેન, ટેબલપીસ, કેલેન્ડર, ઘડીયાળ, ફેમ, ચંપલ, લાભ-શુભ, પ્લેટસ, જેવી અનેક વસ્તુઓનું નિર્માણ કરનારાઓને પ્રોત્સાહીત કરી તેમજ માર્ગદર્શન આપી પ્રધાનામંત્રી નરેન્દ્રભાઇ મોદીના ગ્રામ વિકાસ,  ખેડૂતોની આવક બમણી કરવાનું અભિયાન, મહિલા—યુવાનોને રાજગાર, આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, પર્યાવરણ રક્ષાના આહવાનમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગ સહભાગી બનશેે. આ નિરંતર રાષ્ટ્રવ્યાપી અભિયાન થકી ગૌશાળા-પાંજરાપોળો અને ખેડૂતોને છાણ સહીતની પંચગવ્ય પ્રોડકટસનુ મુલ્ય પણ મળતુ થશે.

આખા ભારતમાં નિઃસહાય (રખડતી) ગાયો, પશુઓનો પ્રશ્ન વિકટ બન્યો છે આ સમસ્યાના સમાધાન માટે દેશના દરેક તાલુકામાં પશુ અભ્યારણ્ય, ગૌઆશ્રય ધામ, ગૌશાળા જેવા નામોથી અને સરકારના વિવિધ વિભાગો અને યોજનાઓનું સમન્વય કરી તેમજ સામાજીક, સેવાભાવી, ધાર્મિક સંસ્થાઓને સાથે લઈને પી.પી.પી. મોડલ જનભાગીદારીનાં માધ્યમથી ગૌધામનું નિર્માણ સ્થાનીક સ્તરે જ કરવામાં આવે. જયાં સ્થાનીક મહિલાઓ, યવાન જોડાય અને રોજગારી પ્રાપ્ત કરે તેમજ ગૌમૂત્ર, ગોબરના વેંચાણ થકી આવક પણ મેળવે અને સાથોસાથ આ ગૈશાળા પણ લાંબા ગાળે સ્વાવલંબી બને વધુમાં આ ગૌધામમાં ભેગી કરાયેલી રખડતી ગાયોને પુરતા પ્રમાણમાં આરોગ્યવર્ધક ખોરાક, સારવાર આપીને ફરીથી તેમને તંદુરસ્ત બનાવવામાં આવે અને જયારે અને જે ગાયો તંદુરસ્ત બને તેમને ફરીથી કૃષિ, પશુપાલન વિગેરે કાર્ય માટે સમાજને ફરીથી ભેટ આપવામાં આવે. આ કેન્દ્રમાં સારી નસલના ધણખુટ પણ પ્રાપ્ત થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. આ વિષય અંગેની વિસ્તૃત માર્ગદર્શીકા રાષ્ટ્રીય કામધેનુ આયોગ સૌને મોકલાશે.

(3:43 pm IST)