Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

અમેરીકાને આ શું સુજયુ? : પોતાના નાગરીકોને કહેવા લાગ્યુ ભારત જતા નહીં ત્યાં સ્થિતી ખરાબ છે

પાકિસ્તાન, સીરીયા, યમન જેવા દેશોની શ્રેણીમાં ભારતને ખપાવી દીધુ : કોરોના સંક્રમણ અને અપરાધ, આતંકવાદના કારણો ગણાવ્યા : ઇન્ડિયન ટુરીઝમ સંઘ કહે છે કે હજુ તો પર્યટન ઉદ્યોગ પુરો ધમધમતો થયો નથી ત્યાં આવા વલણથી ફરી મુસીબત ઉભી થઇ શકે

નવી દિલ્હી તા. ૨૬ : ભારત સાથે દોસ્તીના દાવા કરતા અમેરિકાની મતી ફરી હોય તેમ  ત્યાના નાગરિકોને ભારત નહી જવાના આદેશો કરવા લાગ્યુ છે.

પાકિસ્તાન, સીરીયા, યમન જેવા દેશોની શ્રેણીમાં ભારતને મુકી દઇ અમેરીકા પોતાના નાગરિકોને એવુ સમજાવી રહેલ છે કે ભારતમાં સ્થિતી ખરાબ છે. ત્યાં કોરાના સંક્રમણ ઉપરાંત અપરા, આતંકવાદ વધુ પ્રમાણમાં છે.

એટલુ જ નહીં અમેરીકાએ ભારતની યાત્રાના રેટીંગ આપ્યા છે. તેમાં યુધ્ધગ્રસ્ત સીરીયા, આતંકવાદના કેન્દ્ર પાકિસ્તાન, ઇરાન, ઇરાક અને યમન છે. તેની હરોળમાં ભારતને પણ મુકી દીધુ છે.

અમેરીકાની આ સલાહો પાછળ એક કારણ મહિલા અત્યાચારનું પણ ગણાવવામાં આવ્યુ છે.

આ બાજુ ઇન્ડીયન ટુરીઝમ એન્ડ હોસ્પિટાલીટી સંઘે ભારત સરકારને  વિનંતી કરી છે કે તે અમેરીકાર સરકારને પ્રવાસી સલાહોના આકરા નિયમો બદલવા દબાણ કરે. ફૈઇથે એવુ કહ્યુ છે કે આ સમય એક તો કોરોના સંકટના કારણે સંકટમાં છે. હવે જયારે ઉદ્યોગો ફરી પૂર્વવત થવાની આશાઓ જાગી છે. તેવા સમયે અમેરીકાનું આવુ વલણ નુકશાન પહોંચાડી શકે છે.

કેમ કે ભારતના પર્યટન ઉદ્યોગોમાં અમેરીકી યાત્રી દરેક મૌસમમાં પહેલો રહે છે. એટલુ જ નહીં મોટે ભાગે અન્ય દેશોના પ્રવાસી કરતા અમેરીકાના પ્રવાસીઓ ભારતમાં વધુ સમય ગાળે છે.  ત્યારે હવે અમેરીકા તેમના યાત્રીઓને ભારત આવતા અટકાવવા માંડશે તો મોટી મુસીબત સર્જાઇ શકે છે.

૨૩ ઓગષ્ટના જાહેર કરેલ અમેરીકી એડવાઇઝરીમાં જો કે કોરોના વાઇરસને મુખ્ય કારણ ગણાવવામાં આવ્યુ છે. જેના કારણે સીમા પારના પ્રવાસો બંધ કરવા સુચનાઓ જારી કરાઇ છે. લોકડાઉન પણ લગાવી શકે છે. અમેરીકાના વિદેશ વિભાગે ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને ભારત - પાકિસ્તાન સીમા પર નહી જવાની ચેતવણી ઉચ્ચારી છે.

(4:05 pm IST)