Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ચીન સામે લડવા લદ્દાખ સીમાએ ભારતે મોકલ્યાં છે ઇગ્લા મિસાઇલ

ખભા પર રાખીને પ્રહાર કરી શકે એવા છે આ રશિયન મિસાઇલ

નવી દિલ્હી, તા.૨૬: છેલ્લા ઘણા સમયથી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ ધીમે-ધીમે ઘટવાને બદલે વધી રહ્યો છે. ચીને ભારત સાથેની સરહદ પર લશ્કરી પ્રવૃત્ત્િ। પણ વધારી દીધી છે ત્યારે ભારત પણ ચીનની દરેક ચાલનો જવાબ આપવા માટે સક્ષમ છે. પૂર્વી લદ્દાખ બોર્ડર પર ભારતીય સેનાએ ઇગ્લા મિસાઇલ સાથે જવાનોને તહેનાત કર્યા છે. આ વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ ઊંચાઈવાળી જગ્યાઓ પર ઇગ્લા મિસાઇલ સાથે જવાનોની તહેનાતી કરવામાં આવી છે.

મૂળ રશિયાની બનાવટની આ મિસાઇલ ત્યારે કામ આવશે, જયારે દુશ્મન દેશનાં વિમાનો આપણા એરસ્પેસમાં દ્યૂસવાનો પ્રયાસ કરશે. સામાન્ય શબ્દોમાં કહીએ તો આ મિસાઇલને ખભા પર રાખીને પ્રહાર કરવાનો હોય છે. આ મિસાઇલ હોલિકોપ્ટર અને ફાઇટર વિમાનને પણ ધરાશાયી કરવામાં સક્ષમ છે એટલે કે દુશ્મનોનું કોઈ પણ વિમાન, ડ્રોન કે હેલિકોપ્ટર આપણા વિસ્તારમાં ઘૂસશે તો એના માટે ઇગ્લા મિસાઇલ ખતરા સમાન છે.

ભારતીય થળસેના અને વાયુસેના બન્ને દ્વારા આ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માત્ર આટલું જ નહીં, પણ ભારતે સરહદ પર દુશ્મનો પર નજર રાખવા માટે રડાર તેમ જ એર મિસાઇલ સિસ્ટમની પણ ગોઠવણ કરી છે.

(4:05 pm IST)