Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

હવે વિદ્યાર્થીઓની મદદે આવ્યો સોનુ સૂદઃ ભણવા માટે આપ્યા સ્માર્ટફોન

હરિયાણાના એક ગામના વિદ્યાર્થીઓની અભિનેતાએ કરી મદદ

મુંબઇ, તા.૨૬: લોકડાઉનની સાથે સાથે જ જો બીજા કોઈની સૌથી વધુ ચર્ચા થતી હોય તો તે વ્યકિતનું નામ છે બાઙ્ખલીવુડ અભિનેતા સોનુ સૂદ કોરોના કાળ દરમ્યાન પ્રવાસી મજૂરોના હીરો બનેલા અભિનેતા સોનુ સૂદે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે રીયલ હીરો છે. સોનુ સૂદ બધાની મદદ માટે હંમેશા તત્પર રહે છે. કોઈપણ વ્યકિત હોય અભિનેતા મદદ કરવા માટે હંમેશા તૈયાર જ હોય છે. પ્રવાસી મજૂરોને દ્યરે પહોચાડયા, રહેવા માટે ઘર આપ્યુ, બેરોજગારોને નોકરી આપ્યા બાદ હવે અભિનેતા વિદ્યાર્થીઓની મદદે આવ્યો છે. સોનુ સૂદે હરિયાણાના એક ગામના વિદ્યાર્થીઓને ભણવા માટે સ્માર્ટફોન આપ્યાં છે.

અભિનેતા સોનુ સૂદે હરિયાણાના પંચકૂલાના મોરની વિસ્તારના એક ગામમાં બાળકોને ભણવામાં મદદ કરી છે. આ બાળકોને ભણવા માટે મોબાઈલ ફોન ભેટ કર્યો છે. જેથી બાળકો પોતાના ઘરે રહીને ઓનલાઈન ભણી શકે. સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ પવન જૈન જણાવ્યું કે, અમારા મોરની વિસ્તારના બાળકો કોટી ગામની સરકારી સ્કૂલમાં ભણે છે. તેમની પાસે મોબાઇલ ફોન ન હોવાના કારણે તેઓના ઓનલાઈન કલાસીસ લઈ શકતા નહોતા. કેટલાક બાળકોને ચારથી પાંચ કિલોમીટર રોજ ચાલીને બીજા બાળકોના દ્યરે જવું પડતું હતું. જેથી તે બીજા બાળકોના ફોનને સહારે ભણી શકે. જયારે સોનુ સૂદને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ચંદીગઢમાં રહેતા તેમના મિત્ર કરણ લૂથરાને સંપર્ક કર્યો અને આ બાળકોને મોબાઇલ ફોન અપાવ્યો.

સોનુ સૂદે PHD Chamber of Commerce and Industry (PHDCCI)ના ચેરમેન અને મિત્ર કરણ લૂથરા સાથે મળીને બાળકોને સ્માર્ટ ફોનનની વહેંચણી કરી હતી. બન્નેએ મળીને ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ઝુંબેશ શરૂ કરી છે અને આ ઝુંબેશ અંતર્ગત જ મોરની વિસ્તારના બાળકોને સ્માર્ટફોન આપવામાં આવ્યા હતા. બાળકોને મોબાઈલ ફોન મળ્યાં પછી અભિનેતા સાથે એક વર્ચ્યુલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બાળકોએ સોનુ સૂદનો આભાર માન્યો હતો.

તમને જણાવી દઈએ કે, મોરની વિસ્તારનું કોટી ગામ હિમાચલની સીમાની પાસે આવેલા છે. અહીં મોબાઇલ નેટવર્કની પણ બહુ મુશ્કેલી છે.

(4:06 pm IST)