Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સુશાંતસિંહ રાજપૂત કેસઃ સીબીઆઇ ફિલ્‍મ દિગ્‍દર્શક સંદિપસિંહની પૂછપરછ કરશેઃ સુશાંતના મોત બાદ એમ્‍બ્‍યુલન્‍સ ડ્રાઇવર અને તપાસ અધિકારી સાથે સતત સંપર્કમાં હતા

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ ફિલ્મ દિગ્દર્શક સંદિપ સિંહની બહુ જલદી પૂછપરછ કરશે. સંદીપ સિંહની કોલ ડિટેલથી મોટો ખુલાસો થયો છે કે તેની સુશાંત સાથે લાંબા સમયથી વાતચીત જ નથી થઈ. પરંતુ સુશાંતના મોત બાદ સંદીપ મૃતદેહને હોસ્પિટલ લઈ જનારા એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને તપાસ અધિકારી ભૂષણ બેલનેકર સાથે સતત સંપર્કમાં હતો. આ સાથે જ સુશાંત સિંહના પરિવારનું એમ પણ કહેવું છે કે સ્મશાન ભૂમિમાં જ્યારે પોલીસ તરફથી ફક્ત 20 લોકોની જ યાદી આપવાની વાત સામે આવી ત્યારે સંદીપે પોતાના મનથી જ પોતાની રીતે તે 20 લોકોની યાદી બનાવીને આપી દીધી હતી. પરિવારને આ અંગે જરાય પૂછવામાં આવ્યું નહતું.

સુશાંત સિંહના ઘરમાં રહેતા તેના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની મંગળવારે સીબીઆઈએ DRDO ગેસ્ટ હાઉસમાં લગભગ 14 કલાક પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ CBIની 5 દિવસની અત્યાર સુધીની થયેલી પૂછપરછમાં સિદ્ધાર્થ પિઠાની સૌથી મોટો સંદિગ્ધ વ્યક્તિ છે. સીબીઆઈ સિદ્ધાર્થ પિઠાનીની અનેકવાર પૂછપરછ કરી ચૂકી છે.

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ આ બાજુ સંદીપની ભૂમિકા અંગે કહ્યું હતું કે સંદીપની પૂછપરછ થવી જોઈએ કે તે કેટલીવાર દુબઈ ગયો અને કેમ ગયો? ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ ઉપર પણ સવાલ ઉઠાવ્યાં છે. ટ્વિટ કરીને કહ્યું કે હત્યારાઓ અને તેમની પહોંચની શૈતાની માનસિકતા ધીરે ધીરે સામે આવી રહી છે. ઓટોપ્સને જબરદસ્તીથી લેટ કરાઈ જેથી કરીને સુશાંત સિંહના પેટમાં પાચકરસોના કારણે ઝેરનો નીકાલ થઈ જાય અને ધ્યાનમાં ન આવે.

કેસમાં નવો વળાંક

ડ્રગ એંગલથી થયેલા મોતના આરોપોની તપાસ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો કરશે. NCBના ડીજી રાકેશ અસ્થાનાએ મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ઈડીએ રિયા ચક્રવર્તીની કેટલીક વોટ્સએપ ચેટ્સ સીબીઆઈ અને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોને સોંપી છે જેમાં ડ્રગ્સ અને નશીલી દવાઓ અંગે વાતચીત છે. સીબીઆઈની ટીમ ઈડી સાથે મળીને રિયાના ફોનના ડેટાનું વિશ્લેષણ કરી શકે છે. ઈડીની પૂછપરછ દરમિયાન રિયા ચક્રવર્તી અને તેના પરિવારના ફોન અને લેપટોપ જપ્ત કરાયા હતાં. આ અગાઉ સુબ્રમણ્યમ સ્વામીએ એવો પણ દાવો કર્યો હતો કે સુશાંતે મોત અગાઉ દુબઈના કોઈ ડ્રગ ડિલર સાથે વાત કરી હતી.

રિયાના ફોનની ચેટ્સ અંગે એવું કહેવાય છે કે તે રિટ્રીવ ચેટ્સ છે. જેને રિયાએ ડિલિટ મારી હતી. પહેલી ચેટ રિયા અને ગૌરવ આર્ય વચ્ચે છે. ગૌરવને ડ્રગ્સ ડિલર ગણાવાઈ રહ્યો છે. આ ચેટમાં લખ્યું છે કે 'જો આપણે હાર્ડ ડ્રગ્સની વાત કરીએ તો મે વધુ  ડ્રગ્સનો ઉપયોગ કર્યો નથી.' આ મેસેજ રિયાએ 8 માર્ચ 2017ના રોજ ગૌરવને મોકલ્યો હતો. બીજી ચેટ પણ રિયા અને ગૌરવ વચ્ચે છે. જેમાં રિયાએ ગૌરવને પૂછ્યું છે કે તારી પાસે MD છે? MDનો અર્થ Methylene dioxy methamphetamine માનવામાં આવી રહ્યો છે. જે એક એવા પ્રકારની ડ્રગ છે જે ખુબ સ્ટ્રોંગ હોય છે.

બીજી એક ચેટ મિરાન્ડા અને રિયા વચ્ચે છે, જેમાં મિરાન્ડા કહે છે કે 'હાય રિયા, સ્ટફ (Stuff) લગભગ ખતમ થઈ ગયો છે.' આ ચેટ 17 એપ્રિલ 2020ની છે. ત્યારબાદ મિરાન્ડા રિયાને પૂછે છે કે 'શું આપણે તે શોવિકના મિત્ર પાસેથી લઈ શકીએ? પરંતુ તેની પાસે ફક્ત હેશ અને બડ (bud) છે.' અહીં hash અને budને ઓછી તિવ્રતાવાળી ડ્રગ્સ ગણવામાં આવી રહી છે.

(4:50 pm IST)