Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

આઇસીઆઇસીઆઇ બેન્‍ક દ્વારા સેટેલાઇટ ટેક્‍નોલોજીના ઉપયોગથી લોન આપવાની યોજનાઃ 63 હજાર ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વ્‍યાપ વધશે

નવી દિલ્હી: ખેડૂતોને લોન આપવા માટે  હવે સેટેલાઈટનો ઉપયોગ થઈ રહ્યો છે. ICICI બેંકે આ નવી ટેક્નોલોજીની શરૂઆત પણ કરી દીધી છે. બેંક સેટેલાઈટ દ્વારા લેવાયેલા ખેડૂતોના ખેતરોની તસવીરોની સમીક્ષા કર્યા બાદ તેમને લોન આપી રહી છે. ICICI બેંકનું કહેવું છે કે આ ટેક્નોલોજી દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિનો યોગ્ય અંદાજ લગાવવામાં મદદ મળી રહી છે. આ સાથે જ લોનને મંજૂરી આપવામાં પણ ઓછો સમય લાગી રહ્યો છે. આ પગલાંથી બેંકને પોતાના ખર્ચ ઘટાડવામાં પણ મદદ મળી રહી છે.

ICICI બેંક મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના 500થી વધુ ગામડાઓનો છેલ્લા કેટલાક મહિનાથી સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરીને લોન આપી રહી છે. બેંકની યોજના આ ટેક્નોલોજીને 63000 ગામડાઓ સુધી ફેલાવવાની છે. બેંકનું કહેવું છે કે આ નવી ટેક્નોલોજીથી ખેડૂતોની લોન લિમિટ વધારવામાં મદદ મળશે. આ સાથે જે નવા ખેડૂતો બેંક સાથે જોડાઈ રહ્યાં છે તેમના સુધી પહોંચ સરળ બનશે. ICICI બેંકનો દાવો છે કે આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં તે ભારતની પહેલી બેંક હશે.

કેવી રીતે કામ કરે છે સેટેલાઈટ સ્કિમ?

હકીકતમાં આ સ્કિમનો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈ બેંકના અધિકારીએ લોન લેનારા ખેડૂતોના ખેતરમાં જવું પડતું નથી. અત્યાર સુધી ખેડૂતોને લોન આપતા પહેલા બેંકના અધિકારી પાકની ક્વોલિટી, સિંચાઈની વ્યવસ્થા અને જમીનની સ્થિતિની સમીક્ષા કરવા માટે ખેતરોમાં જતા હતાં. પરંતુ હવે બેંક ખેતરોની સેટેલાઈટ તસવીરો લઈને તેને થર્ડ પાર્ટીને મોકલી દે છે, જે તેની સમગ્ર તપાસ કરીને બેંકને જાણકારી આપે છે. આ સેટેલાઈટ તસવીરોથી ખેતરોના આકાર અને પાકની ક્વોલિટીના આધાર પર બેંકને જાણકારી આપે છે. આ સેટેલાઈટ તસવીરોથી ખેતરના આકાર અને પાકની ક્વોલિટીના આધાર પર બેંકને ખેડૂતોને થનારી આવકનો અંદાજો મળવામાં મદદ મળે છે.

નવી ટેક્નોલોજીથી જલદી મળશે લોન

ICICI બેંકના કાર્યકારી Executive Director અનૂપ બાગચીએ કહ્યું કે સેટેલાઈટ ઈમેજનો ઉપયોગ કરવાથી બેંકના ખર્ચમાં ઘટાડો થશે. આ સાથે જ લોનની મંજૂરીમાં લાગતા સમયમાં પણ ઘટાડો થશે. તેમણે કહ્યું કે આ ટેક્નોલોજીના ઉપયોગથી થોડા દિવસોમાં જ લોન મંજૂર થઈ જાય છે. સામાન્ય રીતે લોન મંજૂર થવામાં 15 દિવસનો સમય લાગતો હોય છે.

ICICI બેંમકનો ગ્રામીણ લોનનો પોર્ટફોલિયો 571 અબજ રૂપિયાનો છે. આ ટેક્નોલોજીમાં લોન લેવા માટે ખેડૂતોની ક્ષમતાની જાણકારી મેળવવામાં આવે છે. જેમાં 40થી વધુ પેરામીટર્સ હોય છે. ICICI બેંકના લગભગ 571 અબજ રૂપિયાના ગ્રામીણ લોનમાં આ લોનની એક તૃતિયાંશ ભાગીદારી છે. બાગચીએ કહ્યું કે આ ટેક્નોલોજીના ઉપયોગથી લાંબા ગાળે બેંકની અસેટ ક્વોલિટીમાં સુધાર આવશે. ભારતની 2.8 લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થામાં કૃષિની લગભગ 15 ટકા ભાગીદારી છે.

(4:51 pm IST)