Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સુરત પોલીસના રાજકોટ પંથકમાં ધામા અને તલાશી

સુરત પોલીસના રાજકોટમાં દરોડા : કરોડોના હવાલા પ્રકરણમાં સુરત પોલીસ રીબડામાં ત્રાટકીઃ સુરતના બિલ્ડરના ફલેટ ઉપરથી જુનાગઢના ૪ રીઢા આરોપી હથિયારો સાથે ઝડપાયા પછી રીબડામાં અનિરૃદ્ધસિંહને ત્યાં પોલીસ દોડી ગયાનું અને હાજર રહેલાને પૂછપરછ કર્યાના બિનસત્તાવાર હેવાલો મળે છેઃ સુરતના બિલ્ડર રાજુભાઈ દેસાઈના કેસમાં શૈલષ ભટ્ટ અને વિજય પાસેથી કરોડો વ્યાજે લીધેલ તેની દોઢી રકમ ચૂકવી દેવાયા પછી પણ ૨૦-૨૫ કરોડની ઉઘરાણી ચાલુ રખાતા અને નાણા ઉઘરાવવા હવાલો અપાતા આ ફરીયાદના પગલે સુરત પોલીસે કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો છેઃ રાજકોટ પોલીસ પણ જોડાયાની વિગતો મળે છે.

(5:16 pm IST)