Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ડૉન દાઉદ તેનાથી 27 વર્ષ નાની પાકિસ્તાનની અભિનેત્રી મહેવિશ હયાત પ્રેમમાં જકડાયો

નવી દિલ્હી : અંડરવર્લ્ડ ડૉન અને સિનેમા જગતનો સંબંધ ખૂબ નજીકનો રહ્યો છે. ત્યારે મોસ્ટ વૉન્ટેડ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનું નામ બોલીવુડની અનેક હિરોઇનો સાથે જોડાયું છે. કહેવાઇ રહ્યું છે કે દાઉદે પોતાની પહોંચના દમ પર તેઓને અનેક ફિલ્મોમાં પણ રોલ અપાવ્યો છે. જો કે હવે દાઉદનું નામ પાકિસ્તાનની અભિનેત્રી ગ્લેમરસ ગર્લમહેવિશ હયાત સાથે જોડાયું છે. ગયા વર્ષે મહેવિશ હયાતને પાકિસ્તાનના નાગરિક પુરસ્કારોમાંથી એક તમગા-એ-ઇમ્તિયાઝથી નવાઝવામાં આવ્યા હતાં.

મહેવિશ હયાતએ  પોતાના કેરિયરની શરૂઆતમાં એક આઇટમ ડાન્સ કર્યો હતો. મહેવિશની ઉંમર 37 વર્ષની છે. જ્યારે દાઉદથી 27 વર્ષ નાની છે. પોતાના લુકને કારણે ઓળખાતી હયાત પાકિસ્તાનની એક ટૉપ સિંગિંગ સ્ટાર પણ છે અને સામાન્યતઃ તે કેટલીક સુપ્રસિદ્ધ હસ્તીઓના કાર્યક્રમોને હોસ્ટ પણ કરે છે.

મહેવિશને ગેંગસ્ટર ગુડિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સિવાય મહેવિશ હયાત બિલ્લીના નામથી પ્રસિદ્ધ છે. કેમ કે મહેવિશે વર્ષ 2014માં આવેલી ફિલ્મ ના માલૂમ અફરાદમાં બિલ્લીનો રોલ કર્યો હતો. મહેવિશ હયાતે વર્ષ 2009માં આવેલી ફિલ્મ ઇંશાઅલ્લાહ”, 2015માંજવાની ફિર નહીં આતી”, 2016માં એક્ટર ઇન લૉ”, 2016માં આવી ટીમ”, 2017માં આવી પંજાબ નહીં જાઉંગીઅને વર્ષ 2018માં જવાની ફિર નહીં આની-2”, “લૉડ વેડિંગસહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

કહેવાઇ રહ્યું છે કે દાઉદ પાકિસ્તાનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફંડ કરે છે. તેના કરાચી અને લાહોરમાં અનેક મોટા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સાથે સંબંધ છે. હયાતને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. ટ્વિટર પર ટ્રોલ કર્યા બાદ હયાતે કહ્યું કે, તેની વિરૂદ્ધ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે.

(5:27 pm IST)