Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

યતીન ઓઝાને માફી આપવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇન્કાર : કોર્ટની પ્રતિષ્ઠાને હાનિ કરવા સમાન આક્ષેપો કર્યા હતા : આટલા લાંબા સમય પછી માંગેલી બિનશરતી માફી પણ સ્વીકારવા યોગ્ય નથી : ઓઝાએ કોર્ટ રજિસ્ટ્રી ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યા પછી સીનીઅર એડ્વોકેટનું પદ છીનવી લેવાયું હતું

અમદાવાદ : એડવોકેટ યતીન ઓઝાએ હાઇકોર્ટ  રજિસ્ટ્રી ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.પરિણામે18 જુલાઈના રોજ તેમનું સીનીઅર એડવોકેટ તરીકેનું પદ છીનવી લેવાયું હતું.
આથી ઓઝાએ 10 ઓગસ્ટના રોજ હાઇકોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી લીધી હતી.તથા પોતાનો ઈરાદો કોર્ટની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો નહોતો તેમ જણાવ્યું હતું.તેમના વતી કરાયેલી દલીલમાં જણાવાયા મુજબ આવેશમાં આક્ષેપો થઇ ગયા હતા.પરંતુ કોર્ટની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો.
પરંતુ આટલા લાંબા સમય પછી ઓઝાએ માંગેલી બિનશરતી માફી સ્વીકારવા યોગ્ય ન હોવાનું નામદાર કોર્ટએ જણાવ્યું હતું  . નામદાર કોર્ટે કહ્યા મુજબ ઓઝાએ જે આક્ષેપો કર્યા હતા તે લોકોનો કોર્ટ ઉપરનો વિશ્વાસ ડગાવી દેનારા હતા.ઓઝા કોર્ટ પાસે માફીની અપેક્ષા શા માટે રાખે છે ? કોઈ પણ વ્યાજબી કારણ વિના આક્ષેપો કરી કોર્ટના સન્માંનને નુકશાન પહોંચાડવા જેવી ગંભીર બાબત માફ કરવા યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે ઓઝાએ 10 ઓગસ્ટના રોજ હાઇકોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી લીધી હતી.તથા પોતાનો ઈરાદો કોર્ટની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવાનો નહોતો તેમ જણાવ્યું હતું.
જેના અનુસંધાને નામદાર કોર્ટએ જણાવ્યા મુજબ ઓઝાએ માંગેલી માફી માત્ર કાગળ ઉપરની માફી છે.તેમણે અગાઉ કરેલું વર્તન આવેશમાં થઇ ગયું તે બાબત સ્વીકારી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે ઓઝાએ તેમનું સીનીઅર એડવોકેટ પદ છીનવાયા પછી કરેલી સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆતના અનુસંધાને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ગુજરાત હાઇકોર્ટ ઉપર છોડ્યો હતો.

(6:57 pm IST)