Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

જામનગરથી જુનાગઢ જતી સોમનાથ એક્સ્પ્રેસ બસમાં સરાજાહેર હત્યા : કાલાવડ જતા હિતેશ પંડયાને રહેંસી નાખ્યો

મુસાફરોએ હુમલાખોરને કાબુમાં લઇ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ

જામનગરથી જુનાગઢ જતી સોમનાથ એક્સ્પ્રેસ બસમાં હિતેશ પંડયા નામના પુરૂષ ઉપર સરા જાહેર છરીના ઘા ઝીંકતા હાહાકાર સર્જાયોઃ કાલાવડ જઇ રહેલા પંડયાભાઇની લોકોની નજર સમક્ષ હત્યા થતા લોકો હતપ્રભ બની ગયેલઃ પરંતુ મુસાફરોએ હુમલાખોરને કાબુમાં લઇ પોલીસને જાણ કર્યાનું સ્થાનિક અખબારે પ્રસિદ્ધ કર્યું છે.

(7:33 pm IST)