Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

" બેડ બોય મિલિયોનર્સ " : નેટફ્લિક્સ ઉપર 2 સપ્ટેમ્બરના રોજ પ્રસારિત થનારો એપિસોડ રિલીઝ કરતા પહેલા બતાવવો જરૂરી : મેહુલ ચોક્સીની દિલ્હી હાઇકોર્ટ સમક્ષ પિટિશન : પોતાના અધિકાર ઉપર તરાપ લાગતી હોવાનો દાવો

દિલ્હી : ફ્યૂજી બિઝનેસમેન તથા પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ નેટફ્લિક્સ ઉપર 2 સપ્ટેમ્બરના રોજ પ્રસારિત થનારો એપિસોડ રિલીઝ થાય તે પહેલા બતાવવા દિલ્હી હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી છે.

મેહુલ ચોક્સીના એડવોકેટે જણાવ્યા મુજબ આ એપિસોડ મેહુલ ચોક્સીના અધિકાર ઉપર તરાપ સમાન છે.જે રિલીઝ થયા પહેલા બતાવવો જરૂરી છે.
તેમણે દલીલ કરી હતી કે બાટલા હાઉસ વખતે પણ મુવી  રિલીઝ કરતા પહેલા જોવાની તક અપાઈ હતી.
નેટફ્લિક્સના એડવોકેટે કરેલી દલીલ મુજબ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ મુજબ  પિટિશન માટે મેહુલ ચોક્સીએ રૂબરૂ હાજર થવું જરૂરી છે. એપિસોડમાં મેહુલ ચોકસીને લગતી બાબત માત્ર બે મિનિટ પૂરતી જ છે.એપિસોડ નીરવ મોદી ઉપર આધારિત છે.
આગામી સુનાવણી  28 ઓગસ્ટ ઉપર રાખવામાં આવી છે.

(7:35 pm IST)